મરાઠા આંદોલનઃ વધુ એક યુવક નદીમાં કુદ્યો, ટોળાએ ગાડીઓ-બસોમાં તોડફોડ કરી, જુઓ તસવીરો
વળી, કોંગ્રેસે પણ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર મરાઠા અનામતને લઇને નિશાન સાધ્યુ, કોંગ્રેસ નેતા દિગ્વીજય સિંહે કહ્યું કે, મુખ્યંમત્રી દેવેન્દ્ર ફડણવીસે ખુદ અનામત આપવાનો વાયદો કર્યો હતો, પણ આજે તે પોતાની આ વાતથી ફરી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, મરાઠા અનામતની માંગ લાંબા સમયથી થઇ રહી છે, પણ થોડાક દિવસો પહેલા અનામતને લઇને આંદોલન ઉગ્ર બની ગયું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે અને મુખ્યમંત્રી પદથી રાજીનામું આપવાની માંગ કરી રહ્યાં છે.
આ વિશે ડીએમ ઉદય ચૌધરીએ જણાવ્યું કે, સરકાર મૃતક કાકાસાહેબ શિંદેના પરિવારને 10 લાખ રૂપિયાની સહાય આપશે. સાથે તેના નાના ભાઇને સરકારી નોકરી પણ આપવામાં આવશે.
પ્રદર્શનકારીઓએ માંગ પુરી ના થવા સુધી મૃતક કાકાસાહેબ શિંદેના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરી દીધો છે. આ બધાની વચ્ચે મરાઠા સમુદાયની નારાગજીને જોતા ઔરંગાબાદના ડીએમ ઉદય ચૌધરીએ મરાઠા ક્રાંતિ મોરચાની મોટાભાગની માંગો માની લેવામાં આવી છે.
મુંબઇઃ મરાઠા અનામતની માંગને લઇને એક યુવકના મોત બાદ મહારાષ્ટ્રમાં હિંસા ભડકી ગઇ, કેટલાય વિસ્તારોમાં ગાડીઓ-બસોમાં તોડફોડ કરવામાં આવી, આ બધાની વચ્ચે આજે મરાઠા ક્રાંતિ મોરચાએ મહારાષ્ટ્ર બંધનું એલાન કર્યુ છે. ઔરંગાબાદ, કોલ્હાપુર, સાતારા, સોલાપુર, પુણે અને મુંબઇમાં હાલાત તનાવપૂર્ણ છે. કેટલીય જગ્યાએ ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યુ છે.