સરકારે વેલ્ફેર યોજનાઓ સાથે આધાર લિંક કરવાની તારીખ 30 જૂન સુધી લંબાવી

જે સરકારી યોજનાઓના પૈસા સીધા નાગરિકોના ખાતામાં જમા થાય છે તેના માટે સરકારે આધારને લિંક કરવા માટે તારીખ લંબાવીને 30 જૂન કરી દીધી છે. આ સિવાય પાન કાર્ડને પણ આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા 30 જૂન કરવામાં આવી છે.
કોર્ટે 13 માર્ચે બેન્ક ખાતા તથા મોબાઇલ ફોન નંબરો સાથે આધારને લિન્ક કરવાની સમયમર્યાદા 31 માર્ચથી અનિશ્ચિત સમય (કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી) સુધી વધારી હતી.
આ પહેલા બુધવારે સુપ્રીમ કોર્ટે આધારને વેલ્ફેર સ્કીમ સાથે જોડવાની ડેડલાઇન 31 માર્ચથી આગળ વધારવાનો ઇન્કાર કર્યો હતો. તેના મારફત વિવિધ વેલ્ફેર સ્કીમ્સના નાણાં સરકારના ખજાનાથી સીધા લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે આ અગાઉ જન કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે આધારને 31 માર્ચ સુધી લિંક કરવું ફરજિયાત હતું.
નવી દિલ્લી: સરકારે જન-કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા માટે આધાર સાથે લિંક કરવાની તારીખ લંબાવી દીધી છે. સરકારે આ સમયમર્યાદા બધારીને 30 જૂન કરી દીધી છે. સરકારના આ નિર્ણયથી મનરેગા, પીડીએસ જેવી સ્કીમ્સના લાભાર્થીઓને ફાયદો થશે.