પાકિસ્તાની ફાયરિંગનો BSFએ આપ્યો જડબાતોડ જવાબ, પાકિસ્તાની રેન્જર્સનો એક જવાન ઠાર
આ પહેલા ગઈગાલે જમ્મુ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલ આરએસ પુરા અને અરનિયા સેક્ટરમાં પાકિસ્તાની રેન્જર્સ દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી 15થી વધારે સરહદી પોસ્ટ અને 29 ગામડા પર મોર્ટાર બોમ્બ અને અત્યાધુનિક હથિયારથી કરવામાં આવેલ ભારે ગોળીબારીમાં બીએસએફનો એક જવાબ શહીદ થઈ ગયો અને છ અન્ય લોકો ઘાયલ થયા.
ભારત તરફથી એક બાળકી સામાન્ય રીતે ઘાયલ થઈ છે. પાકિસ્તાની રેન્જર્સે રાજૌરિ જિલ્લાના સુંદરબની સેક્ટરમાં એલઓસી પર યુદ્ધવિરામનું પણ ઉલ્લંઘન કર્યું છે. એજન્સી અનુસાર, બીએસએફના એક અધિકારીએ જણાવ્યું કે, પાકિસ્તાને ભારે ગોળીબારી કરી જેનો જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.
જવાબી કાર્યવાહીમાં બીએસએફે પાકિસ્તનની અનેક પોસ્ટને નષ્ટ કરી છે. આ જવાબી ફાયરિંગમાં પાકનો એક રેન્જર પણ ઠાર મરાયો છે અને એક ઘાયલ થયો છે. બીએસએફની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનના શક્કરગઢ વિસ્તારમાં ભારે નુકસાન થયું. પાકિસ્તાનનાં ઘણાં વોચ ટાવર નષ્ટ થયા છે.
પાકિસ્તાન પર આ જવાબી કાર્યવાહી ગઈકાલે બીએસએફના જવાન શહીદ થવા અને છ સામાન્ય નાગરિકો ઘાયલ થયા બાદ કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર સરહદ પર આખી રાત ગોળીબારી થતી રહી અને હાલ પણ ચાલુ છે. સાંબા, હીરાનગર, કઠુઆમાં સવારે 5 કલાક સુધી ફાઈરિંગ થઈ, સાથે જ એલઓસી પર પણ આખી રાત ગોળીબારી થઈ.
જમ્મુઃ પાકિસ્તાન સતત સરહદ પારથી ફાયરિંગ કરતું રહ્યું છે. જેનો બીએસએફ જડબાતોડ જવાબ આપી રહ્યું છે. બીએસએફની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાન રેન્જર્સનો એક જવાબન ઠાર થયો છે જ્યારે એક ઘાયલ છે.