માયાવતીએ કૉંગ્રેસને આપ્યો ઝટકો, રાજસ્થાન-મધ્યપ્રદેશમાં ગઠબંધન નહીં
માયાવતીએ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ પર આરોપ લગાવ્યો કે તેઓ ભાજપના એજન્ટની જેમ કામ કરી રહ્યા છે. તેમના જેવા નેતા કોંગ્રેસ-બીએસપીનું ગઠબંધન નથી થવા દેવા માંગતા. તેઓએ કહ્યું, આજે કેટલાક નેતા કહી રહ્યા છે કે સીબીઆઈ-ઈડીની ધમકીને લઈને બીએસપી કૉંગ્રેસ સાથે ગઠબંધન નથી કરી રહ્યા. પરંતુ હકિકત તો આ છે કે આ ગઠબંધનથી કૉંગ્રેસ બીએસપીને ખતમ કરવા માંગે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાયાવતીએ કહ્યું કે, દિગ્વિજય સિંહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ લઈને અહીં નિવેદન આપે છે કે માયાવતીજી પર કેન્દ્ર સરકારનું મોટું દબાણ છે. તેઓ સીબીઆઈ અને ઈડીનો ડર બતાવીને બીએસપી અને કોંગ્રેસનું કોઈ પણ કિંમતે ચૂંટણી ગઠબંધન નથી થવા દેવા માંગતા.
લખનઉ: બહુજન સમાજ પાર્ટી(બીએસપી) પ્રમુખ માયાવતીએ કૉંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. કૉંગ્રેસની મહાગઠબંધનની રણનીતિને ધ્વસ્ત કરતા માયાવતીએ ગઠબંધન કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. બુધવારે માયાવતીએ કહ્યું કે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તેમની પાર્ટી અલગથી ચૂંટણી લડશે. માયાવતીએ પોતાના નિર્ણય માટે કૉંગ્રેસને જવાબદાર ગણાવ્યા છે.
માયાવતીએ સ્પષ્ટ કહી દીધું છે કે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તેમની પાર્ટી કૉંગ્રેસ સાથે કોઈ પણ કિંમતે તાલમેલ નહીં કરે. આ અગાઉ પણ માયાવતીએ છત્તીસગઢમાં જોગીની પાર્ટી સાથે ગઠબંધન કરી લીધું છે. તેમણે કહ્યું કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બીએસપી સ્વતંત્ર ચૂંટણી લડશે.
કૉંગ્રેસે માયાવતીના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે. કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સૂરજેવાલાએ કહ્યું કે જેઓ અમારી સાથે નથી ચાલવા માંગતા તેઓ પોત-પોતાના રસ્તે ચાલી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -