મોદીના ડરથી અખિલેશ-માયાવતી એક થયાં, લોકસભા પેટાચૂંટણીમાં SP-BSPનું ગઠબંધન
પ્રાપ્ત જાણકારી અનુસાર આજે માયાવતી-અખિલેશ યાદવને સમર્થન આપવાની જાહેરાત કરી શકે છે. તેના પહેલા સૂબેમાં થયેલી લોકસભા ચૂંટણીમાં બસપા ખાતુ પણ ખોલાવી શકી નથી. ત્યાં વિધાનસભા ચૂંટણીમાં પણ આકરી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે સમાજવાદી પાર્ટીએ પણ બન્ને ચૂંટણીમાં હાર થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલખનઉ: ઉત્તરપ્રદેશમાં યોજાનારી લોકસભાની પેટા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે. ગોરખપુર અને ફૂલપુર લોકસભા પેટા ચૂંટણીમાં માયાવતી પોતાની વિરોધી સમાજવાદી પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત કરી છે. આજે લખનઉમાં બસપાની મીટિંગમાં આ સંબંધિત નિર્ણય લેવામાં આવ્યો હતો. શનિવારે માયાવતીના ઘરે થયેલી બેઠકમાં ગઠબંધન પર ચર્ચા થઈ હતી. જોકે માયાવતીએ કહ્યું હતું કે બસપા અને સપા વચ્ચેનુ ગઠબંધન આ પેટા ચૂંટણી પુરતુ જ છે. 2019 લોકસભા ચૂંટણીમાં આ ગઠબંધન પર વિચાર કરવામાં આવશે.
આ નવા સમીકરણોને આવનારી લોકસભા ચૂંટણીમાં બાજપ વિરુદ્ધ એક મહાગઠબંધન તરીકે જોવામાં આવી રહ્યું છે. ગોરખપુર અને ફુલપુરમાં 11 માર્ચે મતદાન છે. જ્યારે પરિણામ 14 માર્ચે જાહેર થશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -