કોલકત્તા મેડિકલ કૉલેજમાં લાગી આગ, 200 દર્દીઓને સુરક્ષિત બહાર કઢાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Oct 2018 09:40 AM (IST)
1
2
ઉલ્લેખનીય છે કે, જે ફાર્મસી સ્ટૉરમાં આગ લાગી છે, તેની ઠીક સામે જ હૉસ્પીટલનો ઇમર્જન્સી વોર્ડ છે. વોર્ડમાં રહેલા બધા દર્દીઓ સુરક્ષિત છે.
3
4
નોંધનીય છે કે કોલકત્તા નેશનલ મેડિકલ કૉલેજ શહેરની સૌથી જુની હૉસ્પીટલમાંથી એક છે. આ 1948માં સ્થાપવામાં આવ્યો હતો.
5
આગ હોલવવા માટે કોલકત્તા મેડિકલ કૉલેજમાં સતત કામ ચાલી રહ્યુ છે. અત્યાર સુધી લગભગ 200થી વધુ દર્દીઓને બહાર સુરક્ષિત કાઢવામાં આવ્યા છે.
6
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તાની મેડિકલ કૉલેજ હૉસ્પીટલમાં આગ લાગી ગઇ છે. આ આગ હૉસ્પીટલના ફાર્મસી સ્ટૉરમાં લાગી છે. આગ લાગવાની માહિતી મળ્યા બાદ ફાયરબ્રિગેડની 10 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ અને આગ પર કાબુ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી આ દૂઘર્ટનામાં કોઇ જાનહાની થઇ નથી.