સેક્સ રેકેટનો ભાંડો ફોડવા બે છોકરીઓએ કર્યું શું પરાક્રમ, જાણો વિગતો
MARGની કો ફાઇન્ડર નિર્નય ચેટ્રીએ કહ્યુ કે, અમે દાર્જિલિંગ પોલીસ સાથે મળી આ કામ પાર પાડ્યું હતું. અમારા માટે તેજસ્વિતા અને શિવાનની સુરક્ષા મહત્વપૂર્ણ હતી. અમે આખા ઓપરેશન દરમિયાન તેજસ્વિતા અને શિવાનની આસપાસ રહ્યા હતા. પોલીસ જવાનો પણ વેઇટર, કસ્ટમર, આઇસ્કિમ વેન્ડર બની આસપાસ રહ્યા હતા. પ્રધાનના મતે હ્યુમન ટ્રાફિકિંગ સૌથી મોટી સમસ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરનારી પશ્વિમ બંગાળના દાર્જિલિંગની 18 વર્ષીય તેજસ્વિતા પ્રધાન અને 17 વર્ષીય શિવાની ગોંડને 26,જાન્યુઆરી 2017ના રોજ રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ બંન્ને યુવતીઓએ માનવતસ્કરોને પકડવા માટે પોલીસની મદદ કરી બહાદુરી બતાવી હતી. બંન્ને કહે છે કે આ કામ કરતા તેમને ડર લાગ્યો હતો પરંતુ એક એનજીઓ, પોલીસ અને પરિવારના સહયોગથી તેઓ આ કામ કરી શકી હતી.
શિવાની કહે છે કે ફોટો મોકલ્યાના 20 મિનિટમાં મહિલાએ અમારું ઇન્ડિયન આઇડી પ્રૂફ મોકલી આપ્યું અને ભારત-નેપાળ બોર્ડર પર આવવા જણાવ્યું હતું. બાદમાં MARG અને દાર્જિલિંગ પોલીસની મદદથી અમને લેવામાં આવેલા એક મહિલા અને પુરુષને પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ એક ઇન્ટરનેશનલ સેક્સ રેકેટનો માસ્ટરમાઇન્ડ પર પકડાઇ ગયો હતો.
શિવાની જણાવે છે કે મારો મોટોભાઇ વિશાલ એક એનજીઓમાં કામ કરે છે. તેણે અમને એક મહિલા ટ્રાફિકર સાથે મિત્રતા વધારી તેને પકડવામાં મદદ કરવાની વાત કરી. બાદમાં મેં અને તેજસ્વિતાએ નકલી ફેસબુક આઇડી બનાવી તે મહિલા ટ્રાફિકર સાથે મિત્રતા કેળવી હતી. તે મહિલાએ અમને જણાવ્ચું કે તમારે અનેક પુરુષો સાથે સૂવું પડશે અને તેમાં મહિનાના 25 હજાર રૂપિયા મળશે. અમે સ્થાનિક પોલીસ અને એનજીઓની મદદથી જાળ બિછાવી અને અમારા સારા ફોટોઝ તે મહિલાને મોકલી આપ્યા.
યુવતીઓનું ટ્રાફિકિંગ કરતી ગેંગને કેવી રીતે પકડી તેના પર વાત કરતા શિવાની જણાવે છે કે મેતેઇ નેપાળ નામની એક સંસ્થા એક ગુમ યુવતીને શોધવા માટે દાર્જિલિંગની એક એનજીઓની મદદ માંગી હતી. આ એનજીઓને જાણ થઇ કે આ ગુમ યુવતી દિલ્હીમાં છે. એનજીઓએ સીબીઆઇ અને સ્ટુડન્ટ અગેઇન્સ ટ્રાફિકિંગ ક્લબને સુચના આપી હતી. હું અને તેજસ્વિતા આ ક્લબના સભ્ય છીએ.
એક રિપોર્ટ પ્રમાણે, દર વર્ષે 7000 નેપાળી યુવતીઓ કે મહિલાઓને લાલચ આપીને ભારતમાં વેચી દેવામાં આવે છે. ભારતના બ્રોથલમાં આશરે 2 લાખ નેપાળી યુવતીઓને ગુલામ રાખવામાં આવી છે. શિવાનીના પિતા બાબુલાલ પ્રસાદ ગોંડે કહ્યું કે, તેઓને હજુ પણ આ યુવતીઓની સુરક્ષાની ચિંતા છે.
ગયા વર્ષે મે મહિનામાં સ્થાનિક એન્ટી ટ્રાફિકિંગ ગ્રુપ મેનકાઇન્ડ ઇન એક્શન ફોર રુરલ ગ્રોથ (MARG)ની દેખરેખમાં આ ઓપરેશન પાર પાડ્યું હતું. આ માટે બંન્ને યુવતીઓએ નકલી ફેસબુક આઇડી બનાવી તસ્કરોને તેમની સાથે ભાગવાનું આશ્વાસન આપ્યું હતું અને બાદમાં પોલીસના હાથે ઝડપાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -