અમિત શાહ-નીતિશ કુમાર વચ્ચે થઈ મુલાકાત, દશેરા પહેલા સીટોની ફાળવણીને લઈ થઈ શકે છે જાહેરાત
સૂત્રોના જણાવ્યા મુજબ સીટોની ડીલમાં કઇ પાર્ટીને ક્યા લોકસભા વિસ્તારમાં કેટલી સીટ ફાળવવી તે તાજેતરમાં જેડીયુમાં જોડાયેલા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર નક્કી કરશે. દશેરા પહેલા સીટોની ફાળવણીનો નિર્ણય લેવાઈ જાય તેવી શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મુલાકાતમાં એલજેપીના અધ્યક્ષ રામ વિલાસ પાસવાનને પણ સન્માનજનક સીટો મળે તેવી બંને વચ્ચે ચર્ચા થઈ હતી. આ મુલાકાતમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાને આરએલએસપીને લઈ ઉત્સાહજનક વાત સામે આવી નથી. આરએલએસપીને કેટલી સીટો આપવી તેનો ફેંસલો બીજેપી પર છોડી દેવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ સીટોની ડીલમાં કઇ પાર્ટીને ક્યા લોકસભા વિસ્તારમાં કેટલી સીટ ફાળવવી તે તાજેતરમાં જેડીયુમાં જોડાયેલા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર નક્કી કરશે. દશેરા પહેલા સીટોની ફાળવણીનો નિર્ણય લેવાઈ જાય તેવી શક્યતા છે
નવી દિલ્હીઃ બિહારમાં એનડીએનો સાથી દળો વચ્ચે ટિકિટ ફાળવણીનો ઝઘડો જલ્દી શાંત થઈ શકે છે. બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વચ્ચે 15-20 મિનિટ વાતચીત થઈ હતી. જોકે, આ દરમિયાન બંને વચ્ચે સીટોની ફાળવણી લઈને સીધી વાતચીત નથી થઈ પરંતુ નીતિશ કુમારનું સન્માન રાખવામાં આવશે તેમ નક્કી થયું છે. બંને નેતાઓ વચ્ચે મુલાકાત પૂર્ણ થયા બાદ નીતિશને બહાર સુધી વળાવવા માટે અમિત શાહ ના બદલે ભૂપેન્દ્ર યાદવ આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -