યૌન શોષણ પર બોલી મલ્લિકા દુઆ, ‘#MeToo.. મા કાર ચલાવી રહી હતી અને તેનો હાથ મારા સ્કર્ટમાં હતો...’
નવી દિલ્લી: હૉલીવુડ અભિનેત્રી અલિસા મિલાનોના #MeToo અભિયાન હેઠળ વિશ્વભરની મહિલાઓ પોતાની સાથે બનેલા યૌન શોષણની ઘટનાઓનો ખુલાસો કરી રહી છે. એવામાં હવે પ્રસિદ્ધ કોમેડિયન મલ્લિકા દુઆએ નાનપણમાં પોતાની સાથે થયેલા યૌન શોષણની ઘટનાનો ખુલાસો કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમને જણાવી દઈએ કે હોલીવુડ અભિનેત્રી અલિસા મિલાનોએ પોતાની સાથે થયેલા યૌન શોષણનો ખુલાસો કરતા વિશ્વભરની મહિલાઓને આહ્વાન કર્યું છે કે તે પણ પોતાની સાથે થયેલા આ પ્રકારની ઘટનાઓ વિશે જણાવે, જેથી એ સાબિત કરી શકાય કે યૌનશોષણ કોઈ નાની કે નજરઅંદાજ કરી શકાય તેવી ઘટના નથી.
કોમેડિયન મલ્લિકા દુઆએ પોતાના ફેસબુક અને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મારફતે જણાવ્યું કે હું 7 વર્ષની હતી, ત્યારે મારી સાથે યૌન શોષણની ઘટના બની હતી. મલ્લિકાએ પોતાની પોસ્ટમાં લખ્યું, ‘હું પણ... પોતાની કારમાં. મારી મા કાર ચલાવી રહી હતી, ત્યારે તે અમારી સાથે પાછળ બેઠો હતો અને આખી સફરમાં તેનો હાથ મારા સ્કર્ટની અંદર હતો અને મારી બહેનની પીઠ ઉપર હતો. મારા પિતા તે વખતે બીજી કારમાં હતા, ત્યારબાદ તેનું જડબું તોડી નાખ્યું હતું. કારણ કે તે જ રાત્રે મારા પિતાએ તેને રંગે હાથ પકડી લીધો હતો.’
અલિસાના આ ટ્વિટ પછી વિશ્વભરની મહિલાઓએ #MeToo હેશટૈગની સાથે પોતાની સાથે બનેલી ઘટનાઓ શેયર કરી રહી છે. અલિસાએ આ ટ્વિટ પર અત્યાર સુધી 27,000થી વધુ ટ્વિટ આવી ચૂક્યા છે જેમાં હજારો મહિલાઓએ પોતાની સાથે બનેલી ઘટનાઓનો ખુલાસો કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -