Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
જાતીય શોષણના આરોપો પર એમજે અકબરે તોડ્યું મૌન, કહ્યું, તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા
એમજે એકબર સામે 10થી વધુ મહિલાઓએ યૌનશોષણનો આરોપ લગાવ્યો છે. આ મામલો ત્યારનો છે જ્યારે તેઓ મીડિયામાં કાર્યરત હતા. કૉંગ્રેસ સહિતના અન્ય દળો એમજે અકબરના રાજીનામા અને સમગ્ર ઘટનાની તપાસની માંગ કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા યૌનશોષણ સામે ચાલી રહેલા #Metoo કેમ્પેઈનને લઈને વિદેશ રાજ્યમંત્રી એમજે અકબરના રાજીનામાની વાત ચાલી રહી હતી. એકબર આજે વિદેશથી પરત ફર્યા છે. એરપોર્ટ પર જ્યારે પત્રકારોએ આ સમગ્ર મામલે તેમનો જવાબ માંગ્યો તો તેઓ મૌન રહ્યા હતા. અકબરે માત્ર એટલુ કહ્યું તેઓ પછી નિવેદન આપશે.
નવી દિલ્હી: ભારત સરકારના વિદેશ રાજ્યમંત્રી એમજે એકબરે પોતાના પર લાગેલા યૌનશોષણના આરોપો પર મૌન તોડ્યું છે. તેમણે કહ્યું, તેમના પર લાગેલા તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે અને તેઓ પોતાના પર લગાવવામાં આવેલા આરોપો પર કાયાદકીય કાર્યવાહી કરશે. તેમણે એમ પણ કહ્યું કે ચૂંટણી પહેલા આ મુદ્દો કેમ ઉછાળવામાં આવ્યો જેના પાછળ રાજકીય કારણ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -