PICS: જયલલિતા સાથે ફિલ્મોમાં હિટ જોડી બનાવનાર અભિનેતા જ હતા અમ્માના રાજકીય ગુરૂ, જાણો કહાની
જયલલિતાનો જન્મ એક તમિલ પરિવારમાં 24 ફેબ્રુઆરી, 1948માં થયો હતો. તે કર્ણાટકના મેલુરકોટ ગામમાં જન્મ્યા હતા. મૈસુરમાં સંધ્યા અને જયરામન દંપતિના બ્રામ્હણ પરિવારમાં જન્મેલા જયલલિતાની શિક્ષા ચર્ચ પાર્ક કોન્વેંટ સ્કૂલમાં થઈ હતી. જયલલિતા જ્યારે બે વર્ષના હતા ત્યારે તેમના પિતાનું નિધન થયું હતું. તે પછી તેમની માતા તેને લઈને બેંગલુરૂ જતા રહ્યા હતા. જ્યાં જયલલિતા તેમના નાના-નાની સાથે રહેતી હતી. પછી તેમની માતાએ તમિલ સિનેમામાં કામ કરવાનું શરૂ કર્યુ હતું. જયલલિતાએ પહેલા બેંગહલુરૂ અને પછી ચેન્નાઈમાં પોતાશી શિક્ષા પ્રાપ્ત કરી હતી. કહેવાય છે કે તે નાના હતા ત્યારે જ તેમની માતાએ તેમને ફિલ્મોમાં કામ કરવા તૈયાર કરી દીધા હતા. તેમની પહેલી ફિલ્મ એક અંગ્રેજી ફિલ્મ એપિસલ આવી હતી. 15 વર્ષની ઉંમરમાં તો તેમણે ફિલ્મોમાં અભિનેત્રી તરીકે કામ કરવાનું શરૂ કરી દીધુ હતું. આ પછી તેમને તમિલ ફિલ્મોમાં કામ શરૂ કર્યુ. તે સમયે સ્કર્ટ પહેરીને અભિનય કરનારા તે પહેલા અભિનેત્રી હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે સમયના લોકપ્રિય અભિનેતા એમ.જી. રામચંદ્રન સાથે તેમની જોડી હિટ હતી. 1965થી 1972 દરમિયાન તેમણે મોટા ભાગની ફિલ્મો રામચંદ્રન સાથે કરી હતી. ફિલ્મી કરિયરના સફળતાના દોરમાં તેમણે તમિલ, તેલુગુ, કન્નડ અને હિંદી એમ મળીને કુલ 300 ફિલ્મોમાં કામ કર્યુ હતું.
પોતાના રાજનીતિક ગુરૂ એમ જી રામચંદ્રન સાથે તેમનો બીજો દોર રાજકારણમાં શરૂ થયો. રામચંદ્રન જ્યારે રાજનીતિમાં ગયા ત્યારે લગભગ 10 વર્ષ સુધી તેમને અને જયલલિતાને સંબંધ નહોતા. પણ 1982માં એમજી રામચંદ્રન તેમને રાજકારણમાં લઈ આવ્યા હતા. જો કે આ વાતનો જયલલિતા હંમેશા અસ્વીકાર કરતા હતા.
રામચંદ્રન ઈચ્છતા હતા કે જયલલિતા રાજ્યસભામાં પહોંચે કેમકે તેમનું અંગ્રેજી ઘણું સારું હતું. જયલલિતા 1984-1989 સુધી રાજ્યસભામાં સભ્ય રહ્યા અને સાથે જ તેમને પક્ષના પ્રચાર સચિવ તરીકે પણ ચૂંટવામાં આવ્યા હતા. જેને જયલલિતાએ નિભાવી હતી.
પહેલા ફિલ્મોમાં સફળતા અને પછી રાજકારણની સફરમાં પણ જયલલિતાને કામીયાબી મળી. પણ પોતાના રાજનીતિક સફરમાં જયલલિતાએ ઉતાર-ચઢાવ જોયા છે તે કોઈ ફિલ્મી કહાનીથી ઓછા નથી. એક સુંદર અભિનેત્રીથી લઈને એક આયરન લેડી સુધીની સફર જયલલિતા માટે આસાન નહોતી. આ વર્ષોમાં જયલલિતાની હત્યાનો પ્રયત્ન કરવામાં આવ્યો, તેમને સત્તામાંથી ઉખાડી ફેંકવાના કાવતરા પણ કરવામાં આવ્યા ને ભ્રષ્ટાચારના આરોપ લગાડાયા હતા. પણ દરવખતે જયલલિતા આ મુશ્કેલીઓથી આબાદ બચી ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -