ATM મશીન ખોલતાં જ ચોંકી ગયા લોકો, 12 લાખથી વધારે રૂપિયા કોતરી ગયા ઉંદર!
જોકે લોકોને ઉંદરની થિયર પર શંકા છે. લોકોનું કહેવું છે કે, 20 મેના રોજ ATM બંધ થઈ ગયુ હતું તો પછી 20 દિવસ પછી કર્મચારી કેમ તેને રિપેર કરવા આવ્યા? આટલો સમય કેમ લગાવવામાં આવ્યો? પોલીસે આ બાબતે FIR દાખલ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફરિયાદ મળી તો 11 જૂનના રોજ ગ્લોબલ બિઝનેસ સોલ્યુશન્સ(GBS) કંપનીના કર્મચારી મશીન રિપેર કરવા ગયા. કર્મચારીએ મશીન ખોલ્યું તો જોયું કે 12.38 લાખ રૂપિયાની નોટ ફાટેલી પડેલી છે. માનવામાં આવે છે કે આ નોટ ઉંદર કોતરી ગયા હશે.
જ્યારે મશીન ખોલવામાં આવ્યું તો કર્મચારીઓએ જોયું કે 500 અને 2000ની નોટ કોતરેલી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 19મી મેના રોજ પ્રાઈવેટ સિક્યોરિટી કંપની દ્વારા ATMની અંદર 29.48 લાખ રૂપિયા નાખવામાં આવ્યા હતા. ત્યારપછી બીજા જ દિવસે ATM ખરાબ થઈ ગયું.
જાણકારી અનુસાર તિનસુકિયામાં એસબીઆઈ એટીએમ મશીન બંધ હોવાની ફરિયાદ મળી. તેના પર કર્મચારી મશીન ઠીક કરવા પહોંચ્યા. જ્યારે મશીન ખોલ્યું તો કર્મચારી હેરાન રહી ગયા. નોંધનીય છે કે 20મી મેથી મશીન ટેક્નિકલ કારણોસર બંધ હતું.
નવી દિલ્હીઃ અસમના તિનસુકિયામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીમમાં ઉંદરડાઓએ 10 કે 20 હજાર નહીં પરંતુ પૂરા 12 લાખ રૂપિયાની નોટો કોતરી નાંખી છે. કહેવાય છે કે, આ ઘટના 11 જૂનના રોજ સામે આવી હતી જ્યારે આ ઘટનાની તસવીરો કોઈએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને તે વાયરલ થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -