પિયુષ ગોયલના બજેટ પટારામાંથી ખેડૂતો અને મિડલ ક્લાસને શું મળ્યું, જાણો વિગતે
આ અંતર્ગત મદદની રકમ સીધા ખેડૂતોના ખાતામાં ડીબીટી દ્વારા જમા થઇ જશે. આ રકમ બે-બે હજારના ત્રણ હપ્તામાં આપવામાં આવશે. આનો લાભ 12 કરોડ ખેડૂતોને મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાણામંત્રીએ મિડલ ક્લાસ અને નોકરીયાતોને ભારે રાહત આપતા કહ્યું કે, પાંચ લાખ સુધીની આવક પર હવે કોઇ ટેક્સ નહીં લાગે, અને 6.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકવાળા નોકરીયાતોને કોઇ કર નહીં આપવો પડે. સાથે તેમને 40 હજાર રૂપિયા સુધીના વ્યાજ પર ટીડીએસ નહીં કાપવાની પણ જાહેરાત કરી, જે હાલમાં 10 હજાર રૂપિયા વ્યાજ પર લાગુ છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે શુક્રવારે પોતાનું વચગાળાનું બજેટ 2019-20 રજૂ કર્યુ, મોદી સરકારે મિડલ ક્લાસ અને ખેડૂતો માટે બજેટમાં જોગાવાઇઓનો વરસાદ કરી દીધો, પણ તમે જાણો છો, બજેટમાંથી મિડલ ક્લાસ અને ખેડૂતોને શું મળ્યુ. અહીં વાંચો વિગતે
નાણામંત્રી પિયુષ ગોયલે લોકસભામાં વચગાળાનું બજેટ રજૂ કરતાં નાના અને સિમાંત ખેડૂતોની મદદ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ બનાવવાની જાહેરાત કરી, જે અંતર્ગત બે હેક્ટર સુધીની જમીનવાળા ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની મદદ આપવામાં આવશે. આ યોજના ડિસેમ્બરથી લાગુ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -