મિઝોરમ વિધાનસભા ચૂંટણીઃ શાંતિપૂર્ણ માહોલમાં 71 ટકા મતદાન
1987માં પૂર્ણ રાજ્યનો દરજજો મળ્યા બાદ કોઈપણ પાર્ટીની સરકાર બેથી વધુ વખત બની નથી. ભાજપના 39, કોંગ્રેસના 40, એમએનએફના 40, એનસીપીના 4 તથા અપક્ષના 64 ઉમેદવારો તેમનું નસીબ અજમાવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમિઝોરમ વિધાનસભા ચૂંટણી ભાજપ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. અહીં જો ભાજપ કોંગ્રેસને હરાવી દેશે તો પૂર્વોત્તરમાં કોંગ્રેસ સાફ થઈ થશે. 2013ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 34 સીટ મેળવી હતી. આ વખતે અહીં પીએમ નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી રેલી કરી હતી.
નવી દિલ્હીઃ મિઝોરમ વિધાનસભાની 40 સીટો માટે આજે મતદાન યોજાયું હતું. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 4 વાગ્યા સુધી ચાલ્યું હતું. 71 ટકા સાથે મતદાન પૂર્ણ થયું છે. સવારે મતદાન શરૂ થતાં જ મતદાન મથકો પર લોકોએ લાંબી લાઈનો લગાવી દીધી હતી. 40 સીટ માટે કુલ 209 ઉમેદવોરો અહીં મેદાનમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -