મિઝોરમ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, સાત વખતના ધારાસભ્ય અને વિધાનસભા સ્પીકર કોંગ્રેસ છોડી ભાજપમાં થયા સામેલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Nov 2018 04:56 PM (IST)

1
કોંગ્રેસ તરફથી સાત વખત ધારાસભ્ય રહેલા હિફેઈએ તેમનું રાજીનામું વિધાનસભા ઉપાધ્યક્ષ આર.લાલરીનવમાને સોંપ્યું હતું. જેનો તેમણે સ્વીકાર કરી લીધો હતો. જ્યાંથી તેઓ કોંગ્રેસ કાર્યાલય ગયા અને ત્યાં પાર્ટીના સભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું હતું.
2
40 ધારાસભ્યોની વિધાનસભા ધરાવતા મિઝોરમમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા હિફેઈ પાંચમાં ધારાસભ્ય છે. હાલ પૂર્વોત્તરમાં મિઝોરમ એકમાત્ર કોંગ્રેસ શાસિત રાજ્ય છે.
3
નવી દિલ્હીઃ મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મિઝોરમ વિધાનસભાના અધ્યક્ષ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હિફેઈએ સોમવારે તેમના પદ, ગૃહ અને કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે.