10 વર્ષ બાદ ફરી મિઝોરમના મુખ્યમંત્રી બન્યા જોરામથાંગા, લીધા શપથ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Dec 2018 02:06 PM (IST)
1
આઈઝોલ: મિજો નેશનલ ફ્રન્ટના નેતા જોરામથાંગાએ મિજોરમના નવા મુખ્યમંત્રીના શપથ લીધા હતા. રાજ્યપાલ કે રાજશેખરને જોરામથાંગાને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. એમએનએફ અધ્યક્ષે મિજો ભાષામાં શપથ લીધા હતા.
2
વિધાનસભા ચૂંટણીમાં એમએનએફે કૉંગ્રેસને હરાવ્યું કે મિઝોરમમાં લલથનહવલાના નેતૃત્વમાં 10 વર્ષથી સત્તામાં હતા. કૉંગ્રેસને 40 બેઠકોમાંથી માત્ર 5 બેઠકો મળી છે. જ્યારે 26 બેઠકો જીતનારા એમએનએફ નેતા જોરામથાંગા મુખ્યમંત્રી તરીકે બીજો કાર્યકાળ છે. તેઓ 1998થી 2008 સુધી રાજ્યના મુખ્યમંત્રી રહી ચુક્યા છે.