#MeToo: એમજે અકબરના મહિલા પત્રકાર સામે માનહાનિ કેસ અંગે 31 ઓકટોબરે થશે સુનાવણી
પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનો ખુબ જ આભારી છું કે, તેમણે મને દેશની સેવા કરવા માટે તક આપી. કપૂરે જણાવ્યું કે મામલો વિચારાધીન છે એટલે કાયાદો પોતાનું કામ કરશે. અમે પહેલા જ માનહાનિ કેસ દાખલ કરી ચુક્યા છે. અમે હવે કોર્ટમાં જોઇશું
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ #MeToo કેમ્પેઇન હેઠળ જાતીય શોષણના આરોપનો સામનો કરી રહેલા વિદેશ રાજ્યમંત્રી એમ.જે અકબરે બુધવારે રાજીનામું આપી દીધું હતું. દિલ્હીની એક અદાલત પત્રકાર પ્રિયા રામાણી સામે કરેલા એમજે અકબરના ગુનાહિત માનહાનિ મામલામાં વધુ સુનાવણી 31 ઓક્ટોબરે થશે. આ જ દિવસે અકબરનું પણ નિવેદન નોંધવામાં આવશે. કોર્ટમાં એમજે અકબર વતી વરિષ્ઠ વકીલ ગીતા લૂથરા હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે, મારા અસીલની કોઈ ભૂલ નથી છતાં તેમણે રાજીનામું આપ્યું છે. પ્રિયાના ટ્વિટથી અકબરે 40થી વધારે વર્ષોમાં બનાવેલી પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન પહોંચ્યું છે.
અકબરે પોતાના પત્રમાં કહ્યું હતું કે, મેં વ્યક્તિગત રીતે કાયદાની અદાલતમાં ન્યાય મેળવવાનો નિર્ણય કર્યો છે. જેનાથી મને એ યોગ્ય લાગ્યું કે, પોતાના પદથી રાજીનામું આપી દઉં. હું મારી સામે લગાવેલા બધા જ આરોપોને ખાનગી રીતે પડકાર આપું છું.
અકબરે બુધવારે વિદેશ રાજ્યમંત્રી પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેનો સ્વીકાર પણ કરી લીધો હતો. લો ફર્મ કરંજાવાલા એન્ડ કંપનીએ તેમના વકીલ સંદીપ કપૂરને જણાવ્યું કે એડિશનલ ચિફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ સમર વિશાલ સમક્ષ ગુરુવારે માનહાનિ અંગે સુનાવણી કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -