લોકસભા પહેલા DMKમાં શરૂ થઇ સત્તાની લડાઇ, અલાગિરીએ આપી 5 સપ્ટેમ્બરે મોટી રેલી કરવાની ધમકી
નોંધનીય છે કે, ડીએમકેનો રાજકીય વારસાને લઇને બન્ને ભાઇઓ વચ્ચે ચાલી રહેલી લડાઇ હવે વધુ ઉગ્ર બની છે. કરુણાનિધીએ મોટા પુત્ર અલાગિરીને 2014માં પાર્ટી વિરોધી ગતિવિધીઓ કરવા બદલ હાંકી કાઢ્યો હતો, બાદમાં 2016માં નાના પુત્ર સ્ટાલિનને રાજકીય વારસ જાહેર કરીને પાર્ટીને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅલાગિરીએ કહ્યું કે તે આગામી 5 સપ્ટેમ્બરે એક મોટી રેલી કરશે, જેમાં તે તાકાત બતાવશે. અલાગિરીએ કહ્યું કે, તે રાજનીતિમાં પુરેપુરો પાછો આવ્યો છે, અને તેનું હવે પછીનુ લક્ષ્ય પાર્ટી કેડર તૈયાર કરવાનું છે. અલાગિરીએ સ્ટાલિન પર કટાક્ષ કરતાં કહ્યું કે, એમકે સ્ટાલિન અધ્યક્ષ હતો તો પણ પાર્ટીમાં કંઇ ખાસ ફરક નથી પડ્યો. હવે અધ્યક્ષ બનશે તો શુ થશે.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એમ.કરુણાનિધીના બે પુત્રો સ્ટાલિન અને અલાગિરી વચ્ચે પાર્ટી સ્થાન અને પદ માટે લડાઇ શરૂ છે, જેના કારણે હવે પાર્ટીમાંથી હાંકી કઢાયેલા અલાગિરીએ કડક શબ્દોમાં ધમકી સાથે ચેતાવણી આપી છે.
અલાગિરીએ કહ્યું કે, આ રેલી અમે કરુણાનિધીને શ્રદ્ધાંજલિ આપવા માટે કરવાના છીએ, આમાં આખા રાજ્યમાંથી સમર્થકો જોડાશે, આ રેલી ખુબ મોટી હશે.
ચેન્નાઇઃ દક્ષિણ ભારતના તામિલનાડુની રાજકીય પાર્ટી ડીએમકેમાં સત્તાની લડાઇ શરૂ થઇ ગઇ છે. ડીએમકે પ્રમુખ અને તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ. કરુણાનિધીના નિધન બાદ તેમની પાર્ટીમાં સત્તા માટે જંગ ચાલી રહ્યો છે. આ લડાઇ કોઇ અન્ય વ્યક્તિઓ વચ્ચે નથી પણ બે પુત્રોની વચ્ચે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -