#MeToo: નાના પાટેકર પર લાગેલા આરોપ પર બોલ્યા રાજ ઠાકરે, કહ્યું- ‘હું જાણું છું કે નાના પણ શરીફ નથી’
ઠાકરેએ આગળ કહ્યું કે, એવું લાગે છે કે આ બધું પેટ્રોલના વધતા ભાવ અને રૂપિયાના થઈ રહેલા અવમૂલ્યન પરથી ધ્યાન હટાવવા માટે કરવામાં આવી રહ્યું છે. #MeToo અંતર્ગત મહિલાઓ દ્વારા જણાવવામાં આવેલી આપવિતી ઘણી દુઃખદ છે. અમે આરોપીઓને પદાર્થપાઠ ભણાવીશું પરંતુ મહિલાઓએ તેમની સાથે બનેલી ઘટનાની ફરિયાદ તે જ સમયે કરી દેવી જોઈએ. આ માટે 10 વર્ષ રાહ ન જોવી જોઈએ.
એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું, હું નાના પાટેકરનું જાણું છું, તેઓ શરીફ નથી. તે ઘણી વખત મર્યાદા ભૂલી જાય છે. પરંતુ તે આ પ્રકારની હરકત ક્યારેય ન કરી શકે. આ મામલો કોર્ટમાં છે. #MeToo મૂવમેન્ટ એક ઘણો ગંભીર મુદ્દો છે. તેને લઈ ટ્વિટર પર ચર્ચા કરવી યોગ્ય નથી.
મુંબઈઃ બોલીવુડ એક્ટર નાના પાટેકર પર તનુશ્રી દત્તાએ લગાવેલા ગંભીર આરોપો બાદ હવે આ મુદ્દે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરેનું નિવેદન આમે આવ્યું છે. રાજ ઠાકરે એક બાજુ નાનાનું સમર્થન કર્યું છે તો એક વિવાદિન નિવેદન પણ આપ્યું છે. તેમણે કહ્યું કે નાના પાટેકર પણ શરીફ તો નથી.