રાજ ઠાકરેના પુત્રના લગ્ન-રિસેપ્શનમાં કઈ કઈ સેલિબ્રિટી રહી હાજર, જુઓ તસવીરો
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ પણ સમારંભમાં હાજર રહ્યા હતા.
આમિર ખાન પણ લગ્નમાં ઉપસ્થિત રહ્યો હતો.
મુંબઈઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેના લગ્ન ડૉ. સંજય બોરુડેની પુત્ર મિતાલી બોરુડે સાથે આજે લગ્ન થયા છે. સચિન તેંડુલકર, રિતેશ દેશમુખ, રતન ટાટા, શરદ પવાર, આમિર ખાન સહિતના સેલિબ્રિટી આ સમારંભમાં જોવા મળ્યા હતા. લગ્ન બાદ સાંજે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડવણીસ પણ રાજ ઠાકરે પરિવારના ખુશીના પ્રસંગમાં સામેલ થયા હતા.
ક્રિકેટનો ભગવાન ગણાતો ભારતનો પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર પત્ની અંજલિ સાથે સમારંભમાં હાજર રહ્યો હતો.
જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાએ પણ લગ્ન સમારંભમાં હાજરી આપી હતી.
શરદ પવાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
જાણીતા એક્ટર જિતેન્દ્રએ રિસેપ્શનમાં હાજરી આપી હતી.
સાંજે યોજાયેલા રિસેપ્શનમાં અમિતાભ બચ્ચન પણ જોવા મળ્યા હતા.