રાજ ઠાકરેની ખુલ્લી ધમકીઃ 48 કલાકમાં પાકિસ્તાની કલાકારો ભારત છોડે, નહિંતર ઘરમાં ઘૂસીને મારીશું, બીજું શું કહ્યું
સારા લોરેન
વિણા મલિક
સલમા આગા
માહિરા ખાન
ફવાદ ખાન
અલી ઝફર
રાજ ઠાકરેએ ધમકી આપી છે કે, હાલમાં બોલીવુડમાં કામ કરતા તમામ પાકિસ્તાન કલાકારો ભારત છોડીને પાકિસ્તાન ચાલ્યા જાય. એમએનએસની ચિત્રપટ સેનાના અમીય ખોપકરે ધમકી આપી છે કે, આવતા 48 કલાકમાં તમામ પાકિસ્તાની કલાકાર ભારત છોડીને ચાલ્યા જાય નહીં તો અમે તેને ઘરમાં ઘુસીને મારીશું. આ પ્રથમ ઘટના નથી જ્યારે એમએનએસ અથવા શિવસેનાએ પાકિસ્તાની કલાકારોને આ રીતે ધમકી આપી હોય. આ પહેલા પણ ભારત પાકને લઈને ઉભા થયેલ તણાન બાદ શિવસેનાએ ભારતમાં પાક ગઝલ ગાયક મેહંદી હશનનો શો રદ્દ કરવાની ધમકી આપી હતી. બીજી બાજુ એવા સમાચાર પણ આવ્યા હતા કે બોલીવુડ સિંગર કુમાર સાનુએ પાકિસ્તાનમાં થનારો પોતાના લાઈવ શો રદ્દ કર્યો હતો. આગળ વાંચો ક્યા પાક કલાકર ભારતમાં કરે છે કામ.
મુંબઈઃ ભારત-પાક વચ્ચેના તણાવની અસર હવે તમામ ક્ષેત્રે જોવા મળી રહી છે. દરેક વખતની જેમ જ આ વખતે પણ તણાવની વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ પાકિસ્તાનન કલાકારોને ધમકી આપી છે.