✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સરકારના આ નિયમનું પાલન ના કર્યું તો તમારો મોબાઈલ ફોન થઈ જશે બંધ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Mar 2017 10:31 AM (IST)
 સરકારના આ નિયમનું પાલન ના કર્યું તો તમારો મોબાઈલ ફોન થઈ જશે બંધ, જાણો વિગત
1

સરકારના એક જાહેરનામા મુજબ વિવિધ સરકારી યોજનાનો લાભ મેળવવા 30 જૂન સુધીમાં આધાર કાર્ડ બનાવવું જરૂરી છે. વિવિધ સરકારી યોજનાનો લાભ લેનારાઓના આધાર કાર્ડ નંબર મેળવવાનો હેતુ ગેરરીતિ અને ભ્રષ્ટાચાર રોકવાનો હોવાનું કહેવાય છે.

2

દેશમાં ટૂંક સમયમાં આધાર કાર્ડ એક જરૂરી દસ્તાવેજ સમાન બની જશે. સાક્ષર ભારત યોજના અને સર્વ શિક્ષા અભિયાનનો લાભ મેળવવા આધાર આવશ્યક છે. આરોગ્ય મંત્રાલયે નેશનલ હેલ્થ મિશન હેઠળ આર્થિક સહાય મેળવવવા આધાર નંબર જરૂરી બનાવ્યો છે.

3

દૂરસંચાર કંપનીઓને સંબંધિત સંપૂર્ણ કામગીરી 2018ની છઠ્ઠી ફેબ્રુઆરી પહેલાં પૂરી કરવાની સૂચના અપાઇ હતી. દેશના જે નાગરિક પાસે આધાર કાર્ડ નહિ હોય તેઓને 2017ની 30મી જૂન પછી 84 સરકારી યોજનાનો લાભ નહિ મળે. આધાર કાર્ડને સરકારની મહત્ત્વની અનેક યોજના સાથે જોડવામાં આવ્યા છે.

4

દૂરસંચાર વિભાગે સર્વોચ્ચ અદાલતના સંબંધિત આદેશ બાદ ૨૩મી માર્ચે આ હુકમ કર્યો હતો. દૂરસંચાર મંત્રાલયે નિયામક 'ટ્રાઇ', યુઆઇડીએઆઇ, વડા પ્રધાનની કચેરી સહિતના અનેક વિભાગના પ્રતિનિધિઓની બેઠક યોજી હતી અને તેમાં સર્વોચ્ચ અદાલતના સંબંધિત આદેશના અમલ અંગે ચર્ચા કરી હતી.

5

દૂરસંચાર કંપનીઓને બધા મોબાઇલ નંબરની કેવાયસી કામગીરી ફરી હાથ ધરીને તેને આધાર કાર્ડની સાથે જોડવાનો આદેશ અપાયો છે. જે મોબાઇલ નંબરને આધાર કાર્ડની સાથે જોડવામાં નહિ આવ્યા હોય તેને 2018ની છઠ્ઠી ફેબ્રુઆરી પછી બંધ કરી દેવાશે.

6

નવી દિલ્હી: કેંદ્ર સરકાર હવે ટૂંક સમયમાં દેશમાં તમામ જગાએ આધાર કાર્ડ ફરજિયાત બનાવવા જઈ રહી છે. આધાર કાર્ડ વિના સરકારી સુવિધા મળવાનું થોડા મહિનામાં જ બંધ કરી દેવાશે. હવે સરકારે મોબાઇલ નંબરને પણ આધાર નંબર સાથે જોડવાનું અનિવાર્ય બનાવવાનો નિર્ણય લેવાયો છે. દૂરસંચાર મંત્રાલયે આ સંબંધમાં બધી સરકારી અને બિનસરકારી દૂરસંચાર કંપનીઓને નોટિસ પાઠવી છે. જે લોકો પોતાના મોબાઇલ નંબરને આધાર નંબરની સાથે નહિ જોડે તેનો મોબાઇલ દૂરસંચાર કંપનીઓ બંધ કરશે. આ નિયમ પ્રી-પેડ અને પોસ્ટપેડ નંબરને લાગુ પડશે.

7

સરકારની અંદાજે 84 યોજના માટે આધાર કાર્ડ અનિવાર્ય બનશે. અગાઉ, સરકારની ૩૪ યોજના માટે આધાર કાર્ડ જરૂરી બનાવાયા હતા. તેમાં રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ અને દીનદયાળ અંત્યોદય યોજનાનો સમાવેશ થાય છે. રાંધણગેસની કિંમતમાં આર્થિક રાહત મેળવવા અને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રેશન મેળવવા આધાર કાર્ડ આવશ્યક છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • સરકારના આ નિયમનું પાલન ના કર્યું તો તમારો મોબાઈલ ફોન થઈ જશે બંધ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.