મુંબઈઃ બેગમાંથી મળી મોડલની લાશ, પોલીસે હત્યાની શંકામાં મિત્રની કરી ધરપકડ, જાણો વિગત
આરોપી મલાડ પશ્ચિમમાં લિંક રોડ પાછળ સુમસામ રસ્તા પર બેગ ફેંકતો હતો ત્યારે કેટલાક લોકોએ તેને જોયો હતો. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે હત્યા અને પુરાવાનો નાશ કરવાનો મામલો નોંધી કેસ દાખલ કર્યો છે.
પોલીસના કહેવા મુજબ આરોપી મુઝમ્મિલે મોડલને મલાડમાં તેના ઘરે બોલાવી હતી. જ્યાં બંને વચ્ચે ઝઘડો થયા બાદ મુઝમ્મિલે ચાકુથી મોડલની હત્યા કરી દીધી અને લાશને બેગમાં પેક કરીને ફેંકી દીધી હતી.
પોલીસે હત્યાના આરોપમાં 20 વર્ષના મુઝમ્મલ સઈદ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. ઘટના સામે આવ્યાના માત્ર 3 કલાકમાં જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી હૈદરાબાદના એક જાણીતા પરિવારનો સભ્ય છે.
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈના મલાડ વિસ્તારમાં એક મોડલની હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મલાડમાં એક બેગમાંથી 23 વર્ષીય મોડલની લાશ મળી છે. મૃતકનું નામ માનસી દીક્ષિત છે. તે મુંબઈની એક ઈવેન્ટ કંપનીમાં પાર્ટનર પણ હતી. માનસી રાજસ્થાનની હોવાનું જાણવા મળ્યું છે.