✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શશિ થરૂરનું વિવાદિત નિવેદન, કહ્યું- ‘મોદી શિવલિંગ પર બેઠેલા વીંછી જેવા, ન હાથથી હટાવી શકાય કે ન ચપ્પલ મારી શકાય’

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Oct 2018 06:18 PM (IST)
1

થરૂર રવિવારે બેંગલુરુમાં લિટરેચર ફેસ્ટિવલમાં હાજર રહ્યાં હતા. જ્યાં તેઓ પોતાનું પુસ્તક 'ધ પેરાડોક્સિયલ પ્રાઈમ મિનિસ્ટર' અંગે વાત કરી રહ્યાં હતા. તેઓએ કહ્યું કે, મોદી હાલનું વ્યક્તિત્વ તેમના સમકક્ષો માટે નિરાશાનો વિષય બની ગયું છે. મોદિત્વ, મોદી પ્લસ હિંદુત્વના કારણે તેઓ સંઘથી પણ ઉપર થઈ ગયા છે.

2

બેંગ્લુરુમાં શશિ થરૂરે લિટરેચર ફેસ્ટિવલમાં કહ્યું કે, આરએસએસના પ્રચારકે કારવાંના પત્રકાર વિનોદ જોશીને કહ્યું કે, મોદી શિવલિંગ પર બેઠેલ વીંછી જેવા છે જેને ન હાથથી હટાવી શકાય કે ન ચંપલથી મારી શકાય. જો હાથેથી હટાવવામાં આવે તો તે ખરાબ રીતે ડંખ મારી લેશે. ચપ્પલથી મારશો તો ધર્મનું અપમાન ગણાશે.

3

નવી દિલ્હીઃ પોતાના નિવેદનો અને ટ્વિટના કારણે વારંવાર વિવાદોમાં રહેતા કોંગ્રેસી નેતા શશિ થરૂરે આજે ફરી એક વખત વિવાદિત નિવેદન કર્યું છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. થરૂરે બેંગ્લુરુમાં કહ્યું કે, RSSના એક વ્યક્તિએ એક પત્રકારને કહ્યું છે કે મોદી શિવલિંગ પર બેઠેલા વીંછી જેવા છે. તમે ન તો તેને હાથથી હટાવી શકો છો કે ન તો ચપ્પલથી મારી શકો છો.

4

થરૂરના નિવેદન પર વાંધો ઉઠાવતા કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, “શિવલિંગ પર ચપ્પલ ફેંકવાની વાત કરેવી હિન્દુ ધર્મનું અપમાન છે. રાહુલ ગાંધી ખુદને શિવભક્ત ગણાવે છે. વડાપ્રધાન મોદીનું વિશ્વમાં સન્માન છે. તેમના અંગે આવી વાત કરવી અપમાનજનક છે. ગાંધી, નહેરુ અને ઈંદિરાના વારસાનો દાવો કરનારી પાર્ટી આજે આ સ્તર પર આવી ગઈ તે દુર્ભાગ્યની વાત છે. પાયાવિહોણા અને તથ્યહિન આરોપ લગાવવાની સાથે તેમણે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.”

5

શશિ થરૂરે હાલમાં અયોધ્યામાં રામમંદિર નિર્માણને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. થરૂરે કહ્યું હતું કે કોઈ પણ સારો હિંદુ નથી ઈચ્છતો કે અયોધ્યામાં રામ મંદિર બને. જો કે વિવાદ વધતાં તેઓએ ચોખવટ કરી હતી કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું હતું.

  • હોમ
  • India-news
  • દેશ
  • શશિ થરૂરનું વિવાદિત નિવેદન, કહ્યું- ‘મોદી શિવલિંગ પર બેઠેલા વીંછી જેવા, ન હાથથી હટાવી શકાય કે ન ચપ્પલ મારી શકાય’
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.