OBC પંચને બદલે મોદી સરકાર લાવશે નવું પંચ, જાણો ભારતમાં કેવો રહ્યો છે અનામતનો ઇતિહાસ

૧૯૫૨માં રાજ્યસભાના સંસદસભ્ય તરીકે ને ૧૯૫૩માં ‘બેકવર્ડ ક્લાસ કમિશન’ના પ્રમુખ તરીકે તેઓ નિયુક્ત થયેલા.૧૯૫૫માં કાલેલકરપંચે તેનો જે અહેવાલ આપ્યો હતો, તેમાં નીચો સામાજિક દરજ્જો, શિક્ષણમાં પછાતપણું, સરકારી નોકરીઓમાં અપૂરતું પ્રતિનિધિત્વ અને વ્યાપારઉદ્યોગમાં ઓછી ભાગીદારી જેવા ચાર માપદંડોના આધારે ૨૩૯૯ જૂથોને પછાત જાતીઓ તરીકેની ઓળખ કરી હતી. કાલેલકર પંચે આ જાતીઓને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની જોગવાઈ કરવા સહિતનાં વિવિધ પગલાં સૂચવ્યાં હતાં.
પરંતુ કાલેલકર પંચનો સરકાર દ્ધારા કોઇ અમલ કરવામાં આવ્યો નહીં. કેન્દ્ર સરકાર આ પંચના અમલનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડી દીધો હતો. અનેક રાજ્યોએ પોતાને ત્યાં પછાતવર્ગોને અનામત આપવા માટે પંચો રચ્યા હતા. ત્યારબાદ ૨૦મી ડિસેમ્બર, ૧૯૭૮ના રોજ મોરારજી દેસાઈની જનતાપક્ષની સરકારે બિંદેશ્વરીપ્રસાદ મંડલના અધ્યક્ષપદે અન્ય પછાતવર્ગો માટે બીજું પંચ રચ્યું.
સરકારના આ નિર્ણય સામે અખિલ ભારતીય અનામત વિરોધી મોરચાના અધ્યક્ષ ઉજ્જવલસિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે આ કેસ નવ ન્યાયાધીશોની ખંડપીઠને સોંપી દીધો હતો. 16 નવેમ્બર ૧૯૯૨માં સુપ્રીમ કોર્ટે પોતાનો ઐતિહાસિક ચુકાદો આપતા મંડલ પંચની ભલામણોને લાગુ કરવાને યોગ્ય ગણાવ્યું હતું અને ૨૭% અનામતને બંધારણીય ઠેરવી.
જોકે, ત્યારબાદ કેન્દ્રમાં સરકાર બદલાઇ ગઇ હતી અને ૧૯૮૦ની ઇંદિરા ગાંધી અને ૧૯૮૪ની રાજીવ ગાંધીની સરકારોએ તેનો અમલ ન કર્યો. ભારતમાં અનુસુચિત જાતિ અને જનજાતિ માટે અગાઉથી 22.5 ટકા અનામત આપવામાં આવી રહ્યું હતું. જેને કારણે ઇન્દિરા ગાંધીની સરકાર મંડલ પંચની ભલામણોને લાગુ કરવામાં બચતી રહી. મંડલ પંચની ભલામણો લાગુ કરવાનો અર્થ હતો કે 49.5 ટકા સીટો અનામત કરી દેવી. ૧૯૮૯માં વી.પી.સિંહની સરકારે તેનો અમલ કરતાં ભારે વિરોધ થયો. મંડલ પંચનો દેશવ્યાપી વિરોધ થયો હતો. સવર્ણ જ્ઞાતિના વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરવા લાગ્યા હતા.
મંડલ પંચે ભલામણ કરી હતી કે કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં OBCના હિતોની સુરક્ષા માટે અલગ મંત્રાલય અથવા વિભાગ બનાવવામાં આવે. સરકાર હસ્તકની વૈજ્ઞાનિક, ટેકનિકલ તથા પ્રોફેશનલ શિક્ષણ સંસ્થાઓમાં ઓબીસી વર્ગો માટે 27 ટકા અનામતની લાગુ કરવાની પણ ભલામણ કરાઇ હતી.
મંડલ પંચે ૧૯૮૦માં પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. મંડલ પંચે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક એવા ૧૧ માપદંડોના આધારે ૩૭૪૩ હિંદુ-બિનહિંદુ પછાત જાતિઓ નક્કી કરી. અન્ય પછાતવર્ગોની વસ્તી દેશમાં આશરે ૫૨% છે, પરંતુ અનામતની કુલ મર્યાદા ૫૦% જ હોવાથી પંચે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ૨૭ % અનામત અને ભૂમિકાયદામાં ફેરફારો કરવા સહિતની ભલામણો કરી.
આ નવા પંચનું નામ નેશનલ કમીશન ફોર સોશ્યલ એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ(NSEBC) હશે. આ પંચને બંધારણીય દરજ્જો આપવા માટે સરકાર બંધારણમાં સંસોધન કરશે. આ માટે સંસદની મંજૂરી લેવી પડશે. આ અગાઉ અનામત માટે કાલેલકર અને મંડલ કમિશનની રચના કરવામાં આવી ચૂકી છે. આઝાદી સમયે દલિતો અને આદિવાસીઓને અનામતની જોગવાઇઓ અમલમાં હતી. તેની મર્યાદા 10 વર્ષ સુધી રાખવામાં આવી હતી પરંતુ બાદમાં પછાત જાતીઓને અનામત આપવા માટે 1953માં પ્રથમવાર નહેરુ સરકાર દ્ધારા ‘ફર્સ્ટ બેકવર્ડ ક્લાસ કમિશન’ની રચના કરવામાં આવી હતી.
નવી દિલ્લીઃ મોદી સરકારની કેબિનેટે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બદલે હવે સરકાર એક નવા આયોગની રચના કરશે જેને બંધારણીય દરજ્જો આપવામાં આવશે. આ આયોગ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત લોકો માટે કામ કરશે. હવે ઓબીસીમાં નવી જાતિઓને સામેલ કરવા માટે સંસદની મંજૂરી લેવી પડશે.