પદવીદાન સમારંભમાં બ્રિટિશ ના બદલે ભારતીય પોશાક પહેરવા મોદી સરકારના મંત્રીએ કરી અપીલ, જાણો વિગત
તેમણે કહ્યું કે, વિવિધ પહેલના કારણે ખાદીનું વેચાણ ચાર ગણું વધ્યું છે. જેનાથી નોકરીની તકો સર્જાઈ છે. 149મી જયંતી પર તેમને આ એક શ્રદ્ધાંજલિ હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે દેશભરની યુનિવર્સિટીઓને પદવીદાન સમારોહમાં પરંપરાગત ભારતીય પોશાક પહેરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ તરીકે પદવીદાન સમારોહમાં અંગ્રેજો પ્રેરિત પોષાકના બદલે પરંપરાગત ભારતીય પોશાક પહેરવા જોઈએ.
જાવડેકરે કહ્યું કે, ગાંધી ખાદીના હિમાયતી હતા અને યુનિવર્સિટીઓ તેમના સ્ટુડન્ટ્સને પરંપરાગત દીક્ષાંત પોશાકોમાં ખાદીની વિવિધ ડિઝાઇન્સના ડ્રેસ પહેરવાનું જણાવે. આ માટે તેઓ એચઆરડી મંત્રાલયની વેબસાઇટ પર આપવામાં આવેલી કેટલીક ડિઝાઇન્સ પણ અપનાવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -