મોદીના મંત્રીએ ઓફિસમાં જ કર્યા પુશ અપ્સ, કોહલી-રિતિકને આપી ચેલેન્જ
રાઠોર મોદીની નજીક માનવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ કેન્દ્રીય રમત ગમત મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે દેશમાં ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે અનોખી રીત અપનાવી છે. રાઠોડે કસરત કરતો તેનો એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે.
વીડિયોમાં રાઠોડ મોદીના ઉર્જાથી પ્રભાવિત હોવાની વાત કરે છે. તેઓ કહે છે કે પીએમ મોદી રાત-દિવસ કામ કરે છે અને સમગ્ર ભારત ફિટ હોય તેમ ઈચ્છે છે. તેઓ કામમાં વ્યાયામ સામેલ કરવાની વાત કરીને લોકોને તેમના ફિટનેસ મંત્ર શેર કરવા કહે છે.
રાઠેડ ઓફિસમાં જ પુશ અપ્સ કરતો જોવા મળે છે. રાઠોડે આ વીડિયોના માધ્યમથી લોકોને ફિટનેસ પ્રત્યે જાગ્રુત કરવા માટે ‘હમ ફિટ તો ઈન્ડિયા ફિટ’નું સ્લોગન પણ આપ્યું છે.
જેમાં તેમણે ફિલ્મસ્ટાર રિતિક રોશન, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલને ચેલેન્જ કરીને આ અભિયાનમાં સામેલ થવાની અપીલ કરી છે. રાઠોડન આ પહેલની ઘણી પ્રશંસા થઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -