નરેન્દ્ર મોદી કેબિનેટમાં ક્યા 4 વફાદાર પ્રધાનોને મળ્યું પ્રમોશન ? ક્યા નવ નવા ચહેરાને મળ્યું સ્થાન ? જાણો વિગત

આજના વિસ્તરણમાં રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને કેબિનેટ પ્રધાન બનાવાયા હતા. પ્રધાન ઓડિશાના તલવરથી લોકસભામાં ચૂંટાયા છે અને રાજ્ય કક્ષાના મંત્રી છે.
આજના વિસ્તરણમાં અલ્ફોન્સ કન્નાથનામ રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા. કન્નાથનામ ભૂતપૂર્વ આઈએએસ અધિકારી છે અને વકીલ તરીકે કામ કરે છે. દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ડીમોલિશન મેન તરીકે જાણીતા કન્નાથનામ બેસ્ટ સેલર લેખક પણ છે.
આજના વિસ્તરણમાં ઉત્તર પ્રદેશના ડો. સત્યપાલસિંહે રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર સત્યપાલ ઉત્તર પ્રદેશના બાગપતથી લોકસભામાં ચૂંટાયા છે.
આજના વિસ્તરણમાં રાજસ્થાનના ગજેન્દ્રસિંહ શેખાવતે રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા. શેખાવત રાજસ્થાનના જોધપુરમાંથી લોકસભામાં ચૂંટાયા છે.
આજના વિસ્તરણમાં બિહારના રાજકુમાર સિંહે રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા. સિંહ ભૂતપૂર્વ આઈએએસ અધિકારી છે અમને બિહારમાં આરાહથી લોકસભામાં ચૂંટાયા છે. સિંહ પહેલાં કેન્દ્ર સરકારમાં ગૃહ સચિવ હતા.
આજના વિસ્તરણમાં કર્ણાટકના અનંતરુમાર હેગડેએ રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા. હેગડે પાંચ વખત સાંસદ તરીકે ચૂંટાયા છે.
આજના વિસ્તરણમાં ડો. વિરેન્દ્ર કુમારે રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા. મધ્ય પ્રદેશના ટીકમગઢથી ચૂંટાયા છે.
આજના વિસ્તરણમાં ઉત્તર પ્રદેશના શિવપ્રતાપ શુક્લે રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા. શુકલા રાજ્યસભાના સભ્ય છે અને ઉત્તર પ્રદેશમાં 8 વર્ષ પ્રધાન રહી ચૂક્યા છે.
આજના વિસ્તરણમાં બિહારના અશ્વિનીકુમાર ચૌબેએ રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા. ચૌબે બિહારના બકસર લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટાયા છે. આ પહેલાં તે પાંચ વાર બિહાર વિધાનસભામાં ચૂંટાયા હતા.
આજના વિસ્તરણમાં રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીને કેબિનેટ પ્રધાન બનાવાયા હતા. નકવી હાલમાં સંસદીય બાબતોના પ્રધાન છે અને ભાજપના સૌથી જૂના મુસ્લિમ નેતાઓમાં એક છે.
આજના વિસ્તરણમાં રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારામનને કેબિનેટ પ્રધાન બનાવાયાં હતાં. તમિલનાડુના મદુરાઈનાં નિર્મલા સીતારામન રાજ્યસભાનાં સભ્ય છે.
આજના વિસ્તરણમાં રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલને કેબિનેટ પ્રધાન બનાવાયા હતા. ગોયલ રાજ્ય કક્ષાના ઉર્જા મંત્રી હતા.
આજના વિસ્તરણમાં પંજાબના હરદીપસિંહ પુરીએ રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા. હરદીપ પુરી ઈન્ડિયન ફોરેન સર્વિસીસ (આએફએસ)ના ભૂતપૂર્વ અધિકારી છે અને મહત્વના હોદ્દા ભોગવી ચૂક્યા છે.
નવી દિલ્લી: કેન્દ્રની મોદી સરકારના કેબિનેટનું આજે સવારે વિસ્તરણ કરાયું હતું અને કુલ 13 પ્રધાનોએ શપથ લીધા હતા. આ પૈકી મોદી કેબિનેટના રાજ્ય કક્ષાના ચાર પ્રધાનોને પ્રમોશન આપીને કેબિનેટ કક્ષાના પ્રધાન બનાવાયા હતા. અન્ય 9 પ્રધાનોએ રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા.