✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોદીનો તમારા પર ગમે ત્યારે ફોન આવી શકે, તૈયાર રહેજો. જાણો શું છે સરકારની યોજના ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 May 2017 02:50 PM (IST)
મોદીનો તમારા પર ગમે ત્યારે ફોન આવી શકે, તૈયાર રહેજો. જાણો શું છે સરકારની યોજના ?
1

સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમામે ત્રણ વર્ષ પુરા થવાના પ્રસંગે સરકાર અંગે લોકો શું વિચારે છે અને લોકોની અપેક્ષા શું છે તે અંગે ફીડબેક લેવાના કામને ખૂદ મોદી લીડ લઇ રહ્યા છે. હવે તેઓ લોકો સાથે સીધા જોડાશે. અત્રે એ નોંધનીય છે કે અનેક પ્રસંગે મોદીએ પોતાના પ્રધાનોને લોકો સાથે સીધા કનેક્ટ થવા જણાવ્‍યુ છે. મોદીએ લોકો પાસેથી સૂચન માંગવાની પરંપરા શરૂ કરી છે.

2

મન કી બાતમાં પોતાનું સૂચન આપવા માટે મોદી લાખો લોકોને ફોન, ઇ-મેઇલ અને અલગ-અલગ માધ્‍યમોથી જોડતા હોય છે અને આમાંથી અનેક સૂચનનો ઉલ્લેખ પણ તેઓ મન કી બાતમાં કરતા હોય છે. જોકે, લોકો સાથે સીધી વાત કરવાથી પીએમ અને સામાન્‍ય લોકો વચ્‍ચે બે તરફી સંવાદ શરૂ થશે.

3

નવી દિલ્‍લીઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ સામાન્‍ય લોકો સાથે પોતાનો સીધો સંવાદ વધુ મજબુત કરવા માટે નવી યોજના બનાવી છે. તેઓ સીધેસીધા કોઇપણ વ્‍યક્તિ સાથે વાત કરશે અને સરકારી યોજનાઓ અંગે ફીડબેક લઇ શકશે. સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે પીએમ કોઇપણ વ્‍યક્તિને ફોન કરી સરકારના કામકાજ અંગે વાતચીત કરી શકે છે. જોકે, તેનું સ્વરૂપ હજુ નક્કી થયું નથી. આ 'મન કી બાત'નો એક હિસ્‍સો હોઇ શકે છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • મોદીનો તમારા પર ગમે ત્યારે ફોન આવી શકે, તૈયાર રહેજો. જાણો શું છે સરકારની યોજના ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.