મોદી સરકારના 4 વર્ષ પૂર્ણ, આજે કટકમાં રિપોર્ટ કાર્ડ રજૂ કરશે PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાફ નીયત-સહી વિકાસ અભિયાનનો પ્રારંભ કરાવશે. આ અભિયાન હેઠળ ભાજપ મોદી સરકારના ચાર વર્ષનો રિપોર્ટ કાર્ડ લોકો સુધી પહોંચાડશે. આ અભિયાનને 2019ની લોકસભા ચૂંટણીની તૈયારી હેઠળ જોવામાં આવી રહ્યું છે.
નવી દિલ્લી: કેન્દ્રમાં મોદી સરકારના ચાર વર્ષ પુરા થયા છે. આ અવસર પર ભાજપ અને મોદી કેબિનેટના પ્રધાનો સરકારની સિદ્ધિઓને જનતાની વચ્ચે રાખશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પોતાની સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કરશે.
જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દિલ્હી ખાતે ભાજપાના કાર્યાલયમાં એક પત્રકાર પરિષદને સંબોધશે. જેમાં તેઓ મોદી સરકારની ઉપલબ્ધિઓને રાખશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત કેન્દ્રના અલગ-અલગ પ્રધાનો પોતાના વિભાગ તેમજ મંત્રાલયોનું રિપોર્ટ કાર્ડ રજૂ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડીશાની મુલાકાતે છે. કેંદ્ર સરકારના 4 વર્ષ પૂર્ણ થતા પીએમ નરેન્દ્ર મોદી કટકમાં જનતા સમક્ષ સરકારનું રીપોર્ટ કાર્ડ રજૂ કરશે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનસભાને સંબોધન કરશે.