મોદીનો માસ્ટર સ્ટ્રોકઃ ઓબીસી અનામત અંગે લીધો મોટો નિર્ણય, જાણો શું પડશે અસર?

ગુજરાતમાં પાટીદારો ઉપરાંત હરિયાણા અને રાજસ્થાનમાં જાટ સમુદાય, તેમજ ઉત્તર પ્રદેશ સહિતના હિન્દીભાષી રાજ્યોમાં ગુર્જર સમુદાય પોતાના માટે અનામતની માગણી કરી રહ્યો છે. આ પંચના માધ્યમથી ભાજપ સરકાર આ તમામને સંતોષ આપીને પોતાની મત વોટબેંક મજબુત કરશે, એવી શક્યતા છે.
ઓબીસીમાં નવી જાતિઓનો સમાવેશ કરવા માટે સંસદની અનુમતી જરૂરી હશે. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની જગ્યાએ નવું આયોગ મોદી સરકાર બનાવશે. આ નિર્ણયને કારણે ભાજપને ગુજરાતમાં મોટો ફાયદો થઈ શકે છે. નોંધનીય છે કે, છેલ્લા દોઢ વર્ષથી પાટીદારો અનામત માટે સરકાર સામે લડત ચલાવી રહ્યા છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને ભાજપ લાંબા સમયથી જ્ઞાતિવાદી અનામતને બદલે આર્થિક આધાર પર અનામતની તરફેણ કરે જ છે. સવર્ણોમાં પણ આર્થિક રીતે પછાતવર્ગના લોકોને અનામત આપવી જોઇએ, તેવી માગ સંઘ દ્વારા વારંવાર કરાઇ છે. મોદી સરકાર આ પંચ દ્વારા એ માગણીને સંતોષે એવી શક્યતા નકારી ન શકાય.
નવી દિલ્લીઃ મોદી સરકાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત લોકો માટે એક નવા આયોગનું ગઠન કરશે. આ માટે મોદી સરકાર બંધારણમાં સંશોધન કરશે. તાજેતરમાં જ દેશમાં કેટલીક જગ્યાઓ પર અનામત માટે આંદોલન થયા છે, જેથી મોદી સરકાર બંધારણમાં સંશોધન કરી કેટલીક નવી જાતિઓનો ઓબીસીમાં સમાવેશ કરી શકે છે.
આ ઉપરાંત આ નવા પંચની ભલામણોને અનુલક્ષીને અનામતનો આધાર જ્ઞાતિઓ નહીં પણ આર્થિક હોય, તેવું પણ બની શકે છે. જ્ઞાતિવાદી અનામતના બદલે આર્થિક રીતે પછાતવર્ગ (ઇબીસી)ને અનામત આપવાનો તખ્તો પણ આ પંચના માધ્યમથી ઘડાઇ શકે છે.