ઘર ખરીદદારોને મોદી સરકારે આપ્યા Good News, આ સ્કીમની સમયમર્યાદામાં કર્યો વધારો
CLSSનો લાભ લેનારાઓ માટે સરકારે મિડલ ઇન્કમ ગ્રુપની બે કેટેગરી બનાવી છે. તેમાં 6 લાખથી 12 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા પરિવારોને MIG 1 કેટેગરીમાં આવે છે. જ્યારે, 12થી 18 લાખની વાર્ષિક આવક ધરાવનાર MIG 2 કેટેગરીમાં આવે છે. MIG 1 કેટેગરીવાળાઓને 20 વર્ષની મુદ્દત માટે 9 લાખ રૂપિયા હોમ લોન લેવા પર વ્યાજ દરમાં 4 ટકાની સબસિડી આપવામાં આવે છે. સબસિડીની મહત્તમ છૂટ 2.35 લાખ હશે. તેની સાથે જ MIG 2 કેટેગરીવાળાઓને 20 વર્ષની મુદ્દત માટે 12 લાખ રૂપિયા સુધીની હોમ લોન લેવા પર વ્યાજદરમાં 3 ટકા છૂટ મળે છે, જે વધુમાં વધુ 2.30 લાખ સુધી હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ વર્ષ 2019ની શરૂઆત નવા વર્ષે મોટી ભેટ આપી છે. મોદી સરકારે અલગ અલગ સ્કીમ અંતર્ગત લોકોને ભેટ આપી છે. હવે ઘર ખરીદનારા લોકો માટે મોદી સરકાર ખુશખબર લઈને આવી છે. કેન્દ્ર સરકારે મિડલ ક્લાસ (MIG) માટે ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS)નો સમયગાળો 1 વર્ષ માટે વધારી દીધો છે. હવે આ યોજનાનો લાભ 31 માર્ચ 2020 સુધી મળી શકશે.
આવાસ અને શહેરી મામલાના મંત્રાલયે આ સ્કીને આગળ વધારવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી આ સ્કીમ 31 ડિસેમ્બર 2018 સુધી હતી. શહેરી મિડલ ઇન્કમ ગ્રુપ માટે CLSS, 31 ડિસેમ્બર 2017એ શરૂ થઇ ગઈ હતી. ત્યારે તેને 12 મહિના માટે લાગુ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય દેશના દરેક નાગરિકને ઘર ઉપલબ્ધ કરાવવાનો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -