✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોદીરાજમાં ભ્રષ્ટાચાર વધ્યો, એક વર્ષમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશથી બમણો થયોઃ રિપોર્ટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Feb 2018 09:02 AM (IST)
1

ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે 2017 માટે દુનિયાભરના દેશોનો કરપ્શન ઇન્ડેક્સ બહાર પાડ્યો હતો. ભ્રષ્ટાચારના મામલે 183 દેશોની યાદીમાં ભારતનું સ્થાન બે સ્ટેપ ઉતરીને 81 પર છે. 2016માં ભારતનો ક્રમ 79મો હતો. 2015માં 76મો ક્રમ હતો.

2

જે દેશનો સ્કોર જેટલો વધારે હોય ત્યાં એટલો ઓછો ભ્રષ્ટાચાર હોવાનું કહેવાય છે. બર્લિન સ્થિત ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ વિશ્વબેન્ક, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ તથા અન્ય સંગઠનોના આંકડાઓના આધારે દુનિયાભરના સરકારી વિભોગોમાં ભ્રષ્ટાચારની સમીક્ષા કરે છે.

3

4

ભારત અને પડોશી દેશોની સ્થિતિ પ્રમાણે - ભૂતાન રેન્ક 67 અને 26 સ્કૉર, ચીન 77 રેન્ક અને 41 સ્કૉર, ભારત રેન્ક 81 અને 40 સ્કૉર, શ્રીલંકા રેન્ક 91 અને 38 સ્કૉર, પાકિસ્તાન રેન્ક 117 અને 31 સ્કૉર, નેપાલ રેન્ક 122 અને 31 સ્કૉર, બાંગ્લાદેશ રેન્ક 143 અને 28 સ્કૉર છે.

5

સૌથી વધુ ભ્રષ્ટ દેશોમાં - 183 સોમાલિયા 9 સ્કૉર, 182 દ.સુદાન 12 સ્કૉર, 181 સીરિયા 14 સ્કૉર, 180 અફઘાનિસ્તાન 15 સ્કૉર છે.

6

સૌથી ઓછા ભ્રષ્ટ દેશોમાં -1 ન્યૂઝીલેન્ડ 89 સ્કૉર, 2 ડેન્માર્ક 88 સ્કૉર, 3 ફિનલેન્ડ 85 સ્કૉર, 4 નોર્વે 85 સ્કૉર, 5 સ્વિત્ઝર્લેન્ડ 85 સ્કૉર છે.

7

ભ્રષ્ટાચાર વધુ આ ઇન્ડેક્સમાં બે બાબતો મુખ્ય હોય છે. એક રેન્ક અને બીજો સ્કોર. 100માંથી મળેલા સ્કોરના આધારે દેશનો રેન્ક નક્કી થાય છે. જેટલો વધારે સ્કોર એટલો ભ્રષ્ટાચાર ઓછો. એ જ રીતે રેન્ક જેટલો વધારે ભ્રષ્ટાચાર એટલો વધુ. પ્રથમ રેન્ક ધરાવતો દેશ સૌથી ઓછો ભ્રષ્ટ અને રેન્કમાં સૌથી છેલ્લે હોય એ દેશ સૌથી વધારે ભ્રષ્ટ. 89 સ્કોર ધરાવતો ન્યૂઝીલેન્ડ સૌથી ઓછો ભ્રષ્ટ, 183 રેન્ક ધરાવતો સોમાલિયા સૌથી વધુ ભ્રષ્ટ છે.

8

રેન્કિંગ માટે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે 0 (સૌથી વધારે ભ્રષ્ટ)થી 100 અંક (સૌથી ઓછો ભ્રષ્ટાચાર) માપદંડના આધારે 183 દેશોમાં સરકારી વિભાગો તથા કંપનીઓમાં ભ્રષ્ટાચારની સમીક્ષા કરી હતી. ભારતને આ વખતે પણ 40 પોઇન્ટ મળ્યા હતા.

9

નવી દિલ્હીઃ દુનિયાભરમાં ભષ્ટ્રચાર પર પોતાની નજર રાખનારી આંતરાષ્ટ્રીય બિનસરકારી સંગઠન ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે એક નવા રિપોર્ટ ભારતને ચીન અને ભૂટાનથી પણ નીચે રાખી દીધા છે, એટલે કે આ દેશોની સરખામણીમાં ભારત વધુ ભ્રષ્ટ દેશ છે. જોકે આ માપદંડ પર તેનું પ્રદર્શન પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશોથી સારું છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • મોદીરાજમાં ભ્રષ્ટાચાર વધ્યો, એક વર્ષમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશથી બમણો થયોઃ રિપોર્ટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.