✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારતને યુદ્ધ તરફ ધકેલી રહી છે મોદી સરકાર, તેનું પરિણામ જગજાહેર છેઃ ચીની મીડિયા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Aug 2017 12:05 PM (IST)
1

કોમ્યૂનિસ્ટ પાર્ટીના અખબારના સંપાદકીય લેખમાં લખ્યું કે, મોદી સરકાર દેશના લોકોને ખોટું બોલી રહી છે કે 2017નું ભારત 1962થી અલગ છે. છેલ્લા 50 વર્ષોમાં બંન્ને દેશોની તાકાતમાં મોટુ અંતર છે. જો મોદી સરકાર યુદ્ધ કરવા માંગતી હોય તો તેમણે લોકોને સત્ય જણાવવું જોઈએ.

2

અગાઉ ચીનના એક સેન્ય નિષ્ણાંતે કહ્યું કે ચીન ડોકલામથી પોતાના સૈનિકોને પાછા નહીં હટાવે. જો તે આવું કરશે તો ભારતને ભવિષ્યમાં ચીન માટે સમસ્યા ઊભી કરવાનું પ્રોત્સાહન મળશે. ઇન્ટરનેશનલ કોલેજ ઓફ ડિફેન્સમાં સહાયક પ્રાધ્યાપક યૂ દોંગશિયોમે કહ્યું કે જો ભારત રણનીતિકાર અને નીતિ નિર્માતા આ વિચારે છે કે ચીન પાછળ હટે તો તે ભૂલ કરે છે.

3

અખબારમાં કહ્યું છે કે, પીએલએ સૈન્ય લડવા માટે પૂરતી તૈયારી કરી છે. મોદી સરકારને પીએલએની તાકાત વિશે ખબર હોવી જોઇએ. ભારતીય સીમા પર તૈનાત સૈનિક પીએલએ ક્ષેત્ર બળો માટે કોઇ પ્રતિદ્વંદ્વી નથી. જો કે આ સ્થિતિમાં પીએલએ સરહદ ક્ષેત્રમાં તમામ ભારતીય સૈનિકોનો ખાતમો કરવા સક્ષમ છે.

4

બિજીંગ: ડોકલામ વિવાદ વચ્ચે ચીને ફરી એકવાર મોદી સરકાર પર નિશાન તાક્યું છે. સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે, મોદી સરાકર ભારતને યુદ્ધ તરફ ધકેલી રહ્યું છે. અખબારે ત્યાં સુધી કીધું છે કે જંગ થાય તો તેનું પરિણામ શું આવશે એ જગજાહેર છે. ચીની અખબારે લખ્યું કે ડોકલામમાંથી ભારતીય સેના પાછળ નહીં હટે તો યુદ્ધ નક્કી છે અને જંગ થાય તો પરિણામ પણ જગજાહેર છે. ચીની અખબારે ઘમંડ સાથે પોતાની સેનાને 50 વર્ષમાં સૌથી વધુ તાકાતવર ગણાવી છે.

5

અખબારમાં સંપાદકીય લેખ એવા સમયે આવ્યો છે જ્યારે છેલ્લા સપ્તાહમાં ચીન તરફથી ભારતને ડોકલામથી સેનાને પાછા ખસેડવા કહેવામાં આવ્યુ હતું. અખબારે કહ્યું કે, સંયમનો પ્રયોગ કર્યો છે સાથે શાંતિ અને માનવ જીવન પ્રતિ સમ્માનનું પ્રદર્શન કર્યું છે. પીએલએ ગત મહિનામાં કોઇ કાર્યવાહી કરી નથી. જ્યારે ભારતીય સૈનિકોએ ચીની ક્ષેત્રમાં વગર કારણ ઉલ્લંઘન કર્યું છે. જો મોદી સરકાર ચીનના સદભાવને કમજોરી માને છે તો આ તેમની ભૂલ તેમને વિનાશ તરફ લઇ જશે. ભારત સાર્વજનિક રીતે એવા દેશને પડકાર આપી રહ્યું છે જે પાવરમાં ખૂબ આગળ છે. ભારતની બેદરકારીથી ચીન હૈરાન છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ભારતને યુદ્ધ તરફ ધકેલી રહી છે મોદી સરકાર, તેનું પરિણામ જગજાહેર છેઃ ચીની મીડિયા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.