ખેડૂતોને લોભાવવા મોદી સરકારના હવાતિયા, 2019 ચૂંટણી પહેલા કરી શકે છે આ મોટી જાહેરાત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક રિપોર્ટ અનુસાર કૃષિ મંત્રાલયે આ માટે ખાસ રિપોર્ટ અને માળખુ પણ તૈયાર કરી દીધુ છે. જેમાં ખેડૂતોના પ્રશ્નો અને તેના હલના નિયમો પણ વડાપ્રધાન મોદી સામે મૂક્યા હતા.
નવી દિલ્હીઃ તાજેતરમાંજ થયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં હાર મળ્યા બાદ મોદી સરકાર સફારી જાગી છે. હવે મોદી સરકારના નિશાન ખેડૂતો છે. ત્રણ રાજ્યોમાં કોંગ્રેસે સત્તા હાંસલ કરતાંની સાથે જ ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરી દીધી છે, આને લઇને હવે મોદી સરકાર હરકતમાં આવી છે. માનવામાં આવે છે કે 2019 ચૂંટણી પહેલા કંઇક નવી જાહેરાત પણ કરી શકે છે.
સરકાર સાથે જોડાયેલા સુત્રો અનુસાર, સરકાર બીજેપીના નેતાઓ, સાંસદો અને અન્ય સંબંધિત પક્ષોની પ્રતિક્રિયા બાદ ગ્રામીણ વિસ્તારોમાં આવક વધારવા માટે આ પ્રોત્સાહનોની જાહેરાત કરશે.
એવું લાગી રહ્યું છે કે મોદી સરકાર દેશના ખેડૂતોની લોભાવવાની દિશામાં કામ કરી રહી છે. સુત્રોનું માનીએ તો 2019ની લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતો માટેના અનેક પ્રકારની પ્રોત્સાહન યોજનાઓ લૉન્ચ કરી શકે છે, એટલું જ નહીં આમાં મોટુ નાણાંકીય પેકેજ પણ સામેલ હોઇ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -