રામ મંદિર પર મોદી સરકારનો માસ્ટર સ્ટ્રૉક, સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને બિન વિવાદિત 67 એકર જમીન પાછી આપવા માંગ કરી
કેન્દ્ર સરકારનું કહેવું છે કે તે બિન વિવાદિત જમીન મૂળ માલિકોને પરત કરવા માંગે છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને યથાસ્થિતિ બનાવી રાખવાના આદેશને પાછો લેવાની માંગ કરી છે. બિન વિવાદિત જમીનમાંથી મોટા ભાગની જમીન રામજન્મભૂમિ ન્યાસની છે. સંભાવના એવી છે કે જો સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારની માંગ પર હા ભરી દે છે તો રામ મંદિરનું નિર્માણ શરૂ થઇ શકે છે.
નોંધનીય છે કે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને હરકતમાં આવેલી મોદી સરકારે આ મોટુ પગલુ ભરી વૉટબેન્ક કબજે કરવા કવાયત હાથ ધરી છે. છેલ્લા કેટલાય સમયથી રામ મંદિર નિર્માણને લઇને માંગ થઇ રહી છે.
કેન્દ્ર સરકારે કહ્યું કે, 67 એકર જમીન બિન વિવાદિત છે અને આને રામ જન્મભૂમિ ન્યાસને પાછી આપી દેવામાં આવે. બાકી બચેલી 0.313 એકર જમીન જે વિવાદિત છે તેના પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરે.
નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણી પહેલા અયોધ્યાના વિવાદિત રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદને લઇને કેન્દ્રની મોદી સરકારે મોટુ પગલુ ભર્યુ છે. મોદીએ માસ્ટર સ્ટ્રૉક લગાવતા સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને કહ્યું છે કે વિવાદિત જમીનને છોડીને બાકી બચેલી જમીન માલિકોને પરત કરી દેવામાં આવે.