જનધન પર મોદી સરકારની મોટી જાહેરાત, ક્યારેય બંધ નહીં થાય આ યોજના
નવી દિલ્હીઃ મોદી સરકારે લોકોને બેંક ખાતા ખોલવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY)ને હંમેશા ખુલી રહેનારી યોજના તરીકે બુધવારે નિર્ણય કર્યો છે. તેની સાથે જ યોજનામાં કેટલાક વધુ પ્રોત્સાહન આપવાનો પણ નિર્ણય કર્યો છે.
નાણાં મંત્રી અરૂણ જેટલીએ મંત્રિમંડળના આ નિર્ણયની જાણકારી આપતા કહ્યું કે, પ્રધાનમંત્રી જનધન યોજનાના સફળતાને ધ્યાનમાં રાખતા સરકારે આ યોજનાને હંમેશા માટે ખુલી રાખવાનો નિર્ણય કર્યો છે. યોજના અમર્યાદિત સમય સુધી ખુલી રહેશે.
PMJDYને ઓગસ્ટ 2014માં શરૂ કરવામાં આવી હતી. ત્યારે યોજનાને ચાર વર્ષ માટે ખોલવામાં આવી હતી. સામાન્ય લોકોને બેંકો સાથે જોડવા અને વીમા અને પેંશન જેવી નાણાંકીય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે તેની શરૂઆત કરવામાં આવી છે. નામાંકાય સમાવેશને રાષ્ટ્રીય મિશન તરીકે તેને શરૂ કરવામાં આવી હતી.
નાણાં મંત્રીએ કહ્યું કે, જનધન ખાતાને વધારે આકર્ષક બનાવવા માટે સરકારે આ ખાતામાં મળનારા ઓવરડ્રાફ્ટની સુવિધા 5,000 રૂપિયાથા વધારીને 10,000 રૂપિયા કરી છે. જેટલી અનુસાર અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત 32.41 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે અને તેમાં 81,200 કરોડ રૂપિયાની રકમ જમા છે. જનધન ખાતા ખોલવનારાઓમાં 53 ટકા મહિલાઓ છે જ્યારે તેમાં 83 ટકા ખાતા આધાર સાથે જોડાયેલ છે.