મોદી સરકારે લોકસભામાં રજૂ કર્યું સવર્ણોને 10 ટકા અનામતનું બિલ, સાંજે પાંચ વાગ્યે ચર્ચા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Jan 2019 09:36 AM (IST)
1
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય લાંબા સમયથી સવર્ણોને 10 અનામત આપવાની માંગ હતી. આ બિલ સામાજિક ન્યાય મંત્રી થાવરચંદ ગેહલોત આજે સંસદમાં બીલ રજૂ કર્યું હતું.
2
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારે સવર્ણોને પોતાના પક્ષમાં ખેંચવા માટે મોટો દાવ રમ્યો છે. સરકારે લોકસભામાં સવર્ણોને 10 ટકા અનામતનું બિલ રજૂ કરી દીધું છે. હવે આ બિલ પર સાંજે પાંચ વાગ્યે ચર્ચા થશે.
3
10 ટકા સવર્ણ બિલને કોંગ્રેસ અને બસપાએ સમર્થન જારી કરી દીધું છે. જેને કારણે લોકસભામાં આ બિલ પસાર થઈ જાય તેવી પૂરી શક્યતા છે. એટલું જ નહીં, આ બિલ રાજ્યસભામાં રજૂ કરવા માટે રાજ્યસભાની કાર્યવાહીને એક દિવસ માટે લંબાવી દેવામાં આવી છે. બીજેપીએ પોતાના સાંસદોને ગૃહમાં હાજર રહેવા વ્હીપ આપ્યો છે.