✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોદી જેવા લાગતા આ સજ્જન કેમ કાઢી નાખવા માંગે છે દાઢી, કારણ જાણીને લાગશે આંચકો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Jul 2017 12:54 PM (IST)
મોદી જેવા લાગતા આ સજ્જન કેમ કાઢી નાખવા માંગે છે દાઢી, કારણ જાણીને લાગશે આંચકો
1

નવી દિલ્હીઃ કેરલના એમ.પી. રામચંદ્રનને વડાપ્રધાન મોદી જેવો દેખાવ હોવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં જ તેમના ફોટોનો ઉપયોગ કરીને કોમેડી ગ્રુપ AIBએ વડાપ્રધાન મોદીની મજાક ઉડાવી હતી. રામચંદ્રન પોતાની તસવીરના ખોટા ઉપયોગને કારણે પરેશાન છે.

2

એક રેલવે સ્ટેશન પર મોબાઇલમાં કાંઇક જોઇ રહેલા રામચંદ્રનની તસવીરનો ઉપયોગ કરીને એઆઇબીએ પીએમ મોદીની ટ્વિટર પર મજાક ઉડાવી હતી. જેનાથી રામચંદ્રન પરેશાન થઇ ગયા છે. રામચંદ્રને જણાવ્યું હતું કે, તેઓ આ સપ્તાહમાં જ પોતાની દાઢી કઢાવી દેશે. મોદી જેવા દેખાવને કારણે તેમને પણ અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો છે.

3

રામચંદ્રન હાલમાં નિવૃતિ જીવન જીવી રહ્યા છે. તેમણે ગલ્ફ દેશોમાં થોડા વર્ષો સુધી કામ કર્યું હતું. તેઓ વડાપ્રધાન મોદીના ફેન છે. તેમના મતે મોદી સારા વહીવટીકર્તા છે. રામચંદ્રને જણાવ્યું કે, થોડા વર્ષો અગાઉ તેઓ જમ્મુમાં ટ્રેનની રાહ જોઇ રહ્યા હતા તે સમયે એક બાળકે મારી સાથે તસવીર ક્લિક કરાવવાની વિનંતી કરી હતી. ત્યારબાદ આર્મીના જવાનોએ પણ મારી સાથે સેલ્ફી લીધી હતી. ત્યાં મોદી જિંદાબાદના નારા પણ સાંભળ્યા હતા.

4

એઆઇબીએ રામચંદ્રનની તસવીરનો ઉપયોગ કર્યો હતો અને તેમાં સ્નેપચેટના ડોગ ફિલ્ટરનો ઉપયોગ કરતા દેખાડવામાં આવ્યા છે. AIBના આ ટ્વીટ બાદ લોકોએ તેની આલોચના કરી હતી. ત્યારબાદ કોમેડી ગ્રુપે આ ટવીટને ડિલીટ કર્યું હતું.

5

રામચંદ્રનના કહેવા પ્રમાણે, મોદી જેવા દેખાવને કારણે લોકો તેમની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરે છે. હું ગમે ત્યાં જાવ લોકો તેમની પાસે આવી સેલ્ફી લેવાનો આગ્રહ રાખે છે. રામચંદ્રને જણાવ્યું કે, આ રીતે મારી તસવીરનો દુરુપયોગ કરવાને કારણે હું સેવિંગ કરી દઇશ.

  • હોમ
  • India-news
  • દેશ
  • મોદી જેવા લાગતા આ સજ્જન કેમ કાઢી નાખવા માંગે છે દાઢી, કારણ જાણીને લાગશે આંચકો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.