માત્ર દેવામાફીથી ખેડૂતોનું ભલું નહીં થાય, આ એક ચૂંટણી સ્ટંટ: PM મોદી
તેઓએ કહ્યું, અમારી સરકારે 22 પાકોમાં એમએસપી વધારી છે. ખેડૂતોને મજબૂત બનાવવા પડશે. પાણી વગેરેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હવે ઉત્પાદન વધી રહ્યું છે. ફૂડ પ્રોસેસિંગ અને વેલ્યૂ એડિશન પર કામ કરી રહ્યાં છે. ટ્રાન્સપોર્ટેશન અને વેરહાઉસિંગ પર કામ ચાલી રહ્યું છે. અમે ખેડૂતોને અન્નદાતા સિવાય ઉર્જાદાતા પણ બનાવવામાં માંગીએ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષના પ્રથમ દિવસે એક ન્યૂઝ એજન્સીને ઇન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં પીએમ મોદીએ ખેડૂતો દેવામાફીના મુદ્દા પર કહ્યું કે માત્ર દેવામાફી કરવાથી ખેડૂતોનું ભલું નહીં થાય. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર જૂઠ ફેલાવવાનો આરોપ લગાવતા કહ્યું કે રાહુલ ગાંધી ખેડૂતોને લૉલીપોપ આપી રહ્યા છે.
એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું, “ખેડૂતોના મુદ્દા પર કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે તમામ સહયોગ કરવા તૈયાર છે.” તેઓએ કહ્યું , ‘ખેડૂતોના દેવામાફીથી તેમનું જીવન નહીં સુધરે. દેવામાફી એક ચૂંટણી સ્ટંટ છે. જે રાજ્ય ઇચ્છે તે દેવામાફી કરી શકે છે.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -