Timeની સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં ભારતના માત્ર બે નામ, PM મોદી અને Paytm સ્થાપક છે સામેલ
પ્રોફાઈલમાં લખ્યું છે કે, પેટીએમમાં હવે ચીનના અલીબાબાના પ્રમુખ જેમ માએ પણ રોકાણ કર્યું છે. ટૂંકમાં જ પેટીએમ બેન્કિંગ સેક્ટરમાં પોતાની શરૂઆત કરવા જઈ રહી છે. તેની સામે અનેક નવા પડકારો હશે પરંતુ આગળ પણ વિજય જીત મેળવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇન્ફોસિસના સહ સંસ્થાપક નંદન નીલેકણીએ 43 વર્ષીય વિજય શેખર શર્મા માટે લખ્યું છે કે, જ્યારે સરકારે નવેમ્બરમાં 86 ટકા મોટી નોટો બંધ કરવાનો નિર્મય કર્યો, ત્યારે શર્માએ આ તકનો ભરપુર લાભ લીધો. જ્યારે લાખો લોકો જૂની નોટો બદલવા માટે બેંકની બહાર લાઈનમાં ઉભા હતા ત્યારે શર્માએ ભારતીયોને પેટીએમ ડિજિટલ વોલેટનો ઉપયોગ કરવા માટે આમંત્રિત કર્યા. 2016ના અંત સુધી પેટીએમના યૂઝર્સની સંખ્યા 17.7 કરોડ થઈ ગઈ જે વર્ષની શરૂઆતમાં 12.2 કરોડ હતી.
આ યાદીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને બ્રિટિશ પ્રધાનમંત્રી થેરેસા મેને પણ સામેલ કરવામાં આવ્યા છે. મોદીની પ્રોફાઈલ લખનાર પંકજ મિશ્રાએ કહ્યું કે, મે 2014માં મોદી વિશ્વના સૌથી મોટા લોકતંત્રના પ્રધાનમંત્રી બન્યા. મુસ્લિમ વિરોધી રમખાણોમાં આરોપી બનાવવાને કારણે અમેરિકાએ તેના પર પ્રતિબંધ લગાવ્યો, હિન્દુ રાષ્ટ્રવાદી આ નેતાએ પારંપરિક મીડિયાને છોડીને લોકો સાથે સીધો જ સંવાદ થાય તે માટે ટ્વીટરની મદદ લીધી.
ટાઈમ મેગેઝીન દ્વારા 2017 માટે જારી કરવામાં આવેલી યાદીમાં લીડર્સની શ્રેણીમાં નરેન્દ્ર મોદીને થેરેસા મે બાદ બીજા સ્થાન પર રાખવામાં આવ્યા છે. જ્યારે વિજય શેખર શર્માને ટાઈટન શ્રેણીમાં 13માં સ્થાન પર રાખવામાં આવ્યા છે.
ન્યૂયોર્કઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પેટીએમ સ્થાપક વિજય શેર શર્મા માત્ર બે એવા ભારતીય છે જેમને ટાઈમ મેગેઝીન દ્વારા ચાલુ વર્ષે તૈયાર કરવામાં આવેલ વિશ્વના 100 સૌથી પ્રભાવશાલી લોકોની યાદીમાં સ્થાન મળ્યું છે. ટાઈમ મેગેઝીને આ યાદી ગુરુવારે બહાર પાડી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -