RSSના મોહન ભાગવતને આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવા માગતી હતી UPA સરકાર
ચેનલના અહેવાલ અનુસાર, તપાસ અધિકારી અને કેટલાક ઉચ્ચ અધિકારી અજમેર અને અન્ય કેટલાક બોમ્બ બ્લાસ્ટના મામલે તથાકથિત ભૂમિકા માટે મોહન ભાગવની પૂછપરછ કરવા માગતા હતા. આ અધિકારી યૂપીએના મંત્રિઓના આદેશ પર કામ કરી રહ્યા હતા. જેમાં તત્કાલીન ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે પણ સામેલ હતા. આ અધિકારી ભાગવતની પૂછપરછ માટે અટકાયત કરવા માગતા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅજમેર અને માલેગાવં બ્લાસ્ટ બાદ યૂપીએ સરકારે હિન્દુ આતંકવાદની થિઅરી આપી હતી. તેવી જ રીતે સરકાર મોહન ભાગવને ફસાવવા માગતી હતી અને તેના માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ના મોટા અધિકારીઓ ઉપર દબાણ કરવામાં આવી રહ્યું હતું.
કરંટ અફેર મેગેઝી કારવાંમાં ફેબ્રુઆરી 2014માં સંદિગ્ધ આતંકી સ્વામી અસીમાનંદનો ઇન્ટરવ્યૂ પ્રકાશિત થયો હતો જેમાં કથિત રીતે તેણે ભાગવતને હુમલા માટે મુખ્ય પ્રેરક ગણાવ્યા હતા. ત્યાર બાદ યૂપીએએ એનઆઈએ પર દબાણ બનાવવાનું શરૂ કર્યું, પરંતુ તપાસ એજન્સીના પ્રમુખ શરદ કુમારે તેની ના પાડી દીધી હતી. તે ઇન્ટરવ્યૂની ટેપની ફોરેન્સિંક તપાસ કરાવવા માગતા હતા. જ્યારે આગળ કંઈ વધ્યું નહીં તો એનઆઈએએ કેસ બંધ કરી દીધો.
નવી દિલ્હીઃ મોનસૂન સત્ર શરૂ થતા પહેલા જ એવા તથ્યો સામે આવ્યા છે જે વિપક્ષને બેકફુટ પર જવા મજબૂર કરી શકે છે અને સત્તા પક્ષ તેને ઘેરવામાં કોઈ કસર નહીં છોડો. એક અંગ્રેજી ચેનલે ખુલાસો કર્યો છે કે યૂપીએ સરકાર પોતાના અંતિમ દિવસોમાં આરએસએસ ચીફ મોહન ભાગવને આતંકવાદીઓની યાદીમાં મુકવામાં માગતી હતી. ભાગવતને હિન્દુ આતંકવાદની જાળમાં ફસાવવા માટે કોંગ્રેસની આગેવાનીવાળી સરકારના મંત્રી પ્રયત્ન કરી રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -