દાતી મહારાજ પર દિલ્હીમાં દુષ્કર્મનો કેસ નોંધાયો, શિષ્યએ લગાવ્યો યૌન શોષણનો આરોપ
પોલીસે દાતી મહારાજ પર 376 (દુષ્કર્મ), 377 (અપ્રાકૃતિક યૌન શોષણ), 354 (છેડતી)ની કલમો લગાવી છે. ઉલ્લખેનીય છે કે, દાતી મહારાજનું શનિધામ દિલ્હીના ફતહપુર બેરીમાં છે. ત્યાં જ તેમની ઓફિસ પણ છે. દાતી મહારાજ પંચાગ અને રાશિફળથી જોડાયેલાં વીડિયો અને અન્ય જાણકારીઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે. તેમના ફેસબુક પેજને 34 લાખથી વધુ લોકો ફોલો કરે છે.
પીડિતાએ એમ પણ કહ્યું કે દુષ્કર્મ બાદ દાતી મહારાજે તેને આ વાત કોઈને ન કહેવાની ધમકી આપી હતી. બીજી તરફ પીડિતાના પિતાએ જણાવ્યું કે તે સમયે તેઓએ પોતાની દીકરીને દાતી મહારાજના સંરક્ષણમાં તેમના આશ્રમમાં જ છોડી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે, દાતી મહારાજ ચેનલો પર રાશિફળ અને જ્યોતિષ સંબંધિત કાર્યક્રમોમાં જોવા મળે છે. દક્ષિણ દિલ્હીના ફતેહપુર બેરીમાં તેમને આશ્રમ છે. કેટલીક જાણીતી અને મોટી હસ્તીઓ અહીં આવે છે. મહિલાએ ફરિયાદમાં કહ્યું કે શનિધારની અંદર બે વર્ષ પહેલા મહારાજે તેનું યૌન શોષણ કર્યું. સમાજમાં બદનામી અને ડરના કારણે તેણે પહેલા ફરિયાદ ન કરી.
નવી દિલ્હીઃ શનિધામના સંસ્થાપક દાતી મહારાજ વિરુદ્ધ તેમના એક શિષ્યએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. થોડાક દિવસો પહેલા પીડિતાએ દિલ્હી પોલીસની પાસે કેસ નોંધાવ્યો હતો. તપાસ કર્યા બાદ પોલીસે સોમવારે દુષ્કર્મ અને યૌન શોષણ સાથે જોડાયેલી કલમોથી કેસ નોંધ્યો હતો. ટુંકસમયમાં તેમની પુછપરછ થઇ શકે છે.