ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, દેશમાં 17 દિવસ પહેલા થયું ચોમાસાનું આગમન
હિમાચલમાં પણ ચોમાસું સક્રિય થયું છે. મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહેલ છે. હિમાચલમાં મઢી પાસે પહાડો ધસી આવતાં મનાલી-લેહ માર્ગ બંધ કરી દેવામાં આવેલ છે. કાંગડા, કુલ્લૂ, મંડી અને ચંબામાં ભારે વરસાદ અને ભૂસ્ખલન થવાંથી ભારે નુકસાન થયેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગે 19 રાજ્યોમાં ભારે વરસાદને લઇને એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, દિલ્હી, હિમાચલ, જમ્મુ-કશ્મીર, પશ્ચિમી મધ્ય પ્રદેશ, ઉત્તરી ગુજરાત, તટીય અને દક્ષિણી કર્ણાટક, મહારાષ્ટ્રનું કોંકણ, ગોવા, કેરલ, પૂર્વી અને પશ્ચિમી રાજસ્થાન, અરૂણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, બંગાળ, સિક્કિમ અને તેલંગાણા શામેલ છે.
નવી દિલ્હી: હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધીમાં 16 રાજ્યોમાં ભારે વરસાદને લઇને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ઉત્તર અને ઉત્તર પશ્ચિમી રાજ્યોમાં થયેલ ભારે વરસાદ બાદ આ જાણકારી આપી છે. દિલ્હીમાં આગામી ત્રણ દિવસોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. દેશમાં 17 દિવસ પહેલા જ ચોમાસાનું આગમન થયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -