ચોમાસું સત્રમાં વિપક્ષ કયા મુદ્દાઓ પર સરકારને ઘેરવાની કોશિશ કરશે, જાણો વિગત
જ્યારે, વિપક્ષ જમ્મુ-કાશ્મીરની સ્થિતિ, પીડીપી-ભાજપ સરકાર પડી જવા અને આતંકવાદ જેવા મુદ્દાઓ ઉઠાવી શકે છે. ખેડૂત, દલિતો પર અત્યાચાર, રામ મંદિર, ડૉલરની સરખામણીમાં રૂપિયાના મૂલ્યમાં ઘટાડો, પેટ્રોલિયમ પદાર્થોની કિંમતોમાં વધારા જેવા મુદ્દા પર પણ વિપક્ષ સરકારને ઘેરવાની કોશિશ કરશે. એક મહત્વપૂર્ણ મુદ્દો આંધ્રપ્રેદશ પુનર્ગઠન અધિનિયમની જોગવાઈઓને લાગૂ કરવાનો પણ હોઈ શકે છે, જેના કારણે ગયા સત્રમાં તેલુગુ દેશમ પાર્ટીએ હંગામો કર્યો હતો.
ચોમાસું સત્રમાં સરકારે વિપક્ષી દળો પાસે ત્રણ તલાક બિલ, પછાત વર્ગ આયોગને સંવૈધાનિક દરજ્જો પ્રદાન કરવા સંબંધી બિલ, બળાત્કારના દોષિતોને સખ્ત સજાની જોગવાઈ વાળા બિલ સહિત ઘણા મહત્વના બિલો પસાર કરવા માટે સહયોગ માંગ્યો છે તેવું જાણવા મળ્યું છે.
નવી દિલ્હી: કાલથી સંસદની ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ સમત્રણાં વિપક્ષ મહિલા અનામત, મોંધવારી, દલિત ઉત્પીડન અને આતંકવાદ જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારીમાં છે. ગત વખતે બજેટ સત્ર પણ હંગામેદાર રહ્યું હતું. આ સત્રમાં સૌથી વધારે ચર્ચા મહિલા અનામત બિલને લઈને છે. કૉંગ્રેસે સંસદ અને વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપવાની માંગ કરી છે. જેને લઈને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કાલે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને પત્ર પણ લખ્યો હતો.