મુખ્યમંત્રી યોગી પર મોરારી બાપુનો હુમલો, કહ્યું- હનુમાનજી તો પ્રાણવાયુ છે, કોઇને તાકાત નથી તેને જાતિમાં વહેંચી શકે
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી યોગી આદિત્યનાથ દ્વારા હનુમાનજીની જાતિ બતાવવાના નિવેદનની ચર્ચા થઇ રહી છે. યોગીએ એક સભામાં હનુમાનને દલિત કહ્યાં હતા.
કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે આવા નિવેદનો આપી રહ્યાં છે જેનાથી દેશને નુકશાન થાય છે. અમે લોકો જોડવામાં લાગ્યા છીએ અને તમે તોડવામાં. હનુમાન તો માનવમાત્ર માટે પ્રાણવાયુ છે. કયો માઇનો લાલ હનુમાનજીને જાત-પાતમાં વહેંચી રહ્યો છે. આ પ્રકારની નિવેદનબાજીથી દેશને નુકશાન થાય છે.
નવી દિલ્હીઃ ભગવાન હનુમાનજીને દલિત ગણાવવાના મામલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સતત લોકોની નજરમાં ચઢી રહ્યાં છે. આ મામલાને લઇને હવે ચારેયબાજુથી યોગી આદિત્યનાથની નિંદા થવા માંડી છે. રામ કથાવાચક મોરારી બાપુએ મંગળવારે યોગીના નિવેદનને આડેહાથે લઇને જવાબ આપ્યો હતો.
બિહારના સિમરિયાના સાહિત્ય મહાકંભ દરમિયાન તેમને કહ્યું કે, કેટલાક લોકો હનુમાનજીની જાત-પાત શોધવામાં લાગ્યા છે, આ બધુ બંધ કરવુ જોઇએ. મોરારી બાપુએ કહ્યું કે, આજે આખા દેશમાં જાત-પાતની ચર્ચા કરવામાં આવી રહી છે. જાત-પાત પર શોરબકોર કરવાનું બંધ કરી દો.