મોરારીબાપુએ આફ્રિકાની કથામાં હાકલ કરતાં 1 મિનિટમાં મળ્યું 1 કરોડનું દાન, બાપુએ આ રકમ કોને આપી દીધી?
પૂજય બાપુએ જણાવ્યું હતું કે કેન્યાનો એક પણ વ્યક્તિ ભૂખ્યો ન સૂવો જોઇએ. આ જવાબદારી માત્ર સરકારની જ નહીં દરેક નાગરિકની પણ છે. બાપુની કથા વિષયક આ માહિતી સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનૈરોબી: આફ્રિકાના નૈરોબીમાં 24 ફેબ્રુઆરી 2018થી શરૂ થયેલી પૂજન મોરારીબાપુની રામકથા ગઈકાલ 4 માર્ચ રવિવારના રોજ સંપન્ન થઈ હતી. ગુજરાતી મૂળના કૌશિકભાઇ માણેકના યજમાનપદે યોજાયેલી આ કથામાં કેન્યાના પ્રથમ મહિલા સુશ્રી માર્ગારેટ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.
પૂજ્ય બાપુની આ કરૂણાથી ઉપસ્થિત લેડી માર્ગારેટ પણ પ્રભાવિત થઇ ગયા હતા.
સહુના આનંદ અને આશ્ચર્ય વચ્ચે એક જ મિનીટમાં એક કરોડ રૂપિયા જેટલી રકમ ભેગી થઇ ગઈ હતી. જેનો ઉપયોગ અમુક વિસ્તારોના ભૂખ્યા જનોની પેટની આંતરડી ઠારવા માટે કરાશે.
કથા દરમિયાન પૂજય બાપુએ યજમાન કૌશિકભાઇને પૂછ્યું હતું કે અહીં કોઇ એવો વિસ્તાર છે કે જ્યાં લોકોને પેટપુરતુ અન્ન પણ મળતું ન હોય? જેના ઉત્તરમાં કૌશિકભાઇએ અમુક વિસ્તારો આવા છે તેમ જણાંવતા પૂજ્ય બાપુએ આ વંચિતોને મદદરૂપ થવા શ્રોતાજનોને વિનંતી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -