વિદર્ભમાં 16 હજાર જેટલા ખેડૂતોએ કરી આત્મહત્યા
મુંબઈઃ જાન્યુઆરી 2001થી ઓક્ટોબર 2018 સુધી વિદર્ભમાં 15,629 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. જાન્યુઆરી 2018થી સપ્ટેમ્બર 2018 મરાઠવાડામાં 674 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આ જાણકારી મહેસુલ મંત્રી ચંદ્રકાંત પાટીલે વિધાનસભામાં લેખીતમાં આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરભણીના ધારાસભ્ય રાહુલ પાટીલ, વિરોધ પક્ષના નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલ અને અન્ય સભ્યોએ ખેડૂતોની આત્મહત્યા સંબંધિત પ્રશ્ન વિધાનસભામાં પૂછ્યો હતો, જેનો જવાબ આપતા મેહુસલમંત્રી ચંદ્રકાંત પાટીલે વિધાનસભામાં જણાવ્યું કે, વિદર્ભના 6 જિલ્લામાં જાન્યુઆરી 2001થી ઓક્ટોબર 2018 સુધી અલગ અલગ કારણોથી 15,629 ખેડૂતોએ આત્મહત્યા કરી છે જેમાં 7,008 ખેડૂતોની મદદ કરવામાં આવી જ્યારે 8,406 કેસમાં ખેડૂતો મદદ માટે અયોગ્ય ગણાવવામાં આવ્યા છે.
215 કેસમાં તપાસ હજુ ચાલે છે. અંદાજે 5000 ખેડૂતોની મદદથી આપવામાં આવેલ મદદ તરીકે એક લાખ રૂપિયાની મદદ કરવામાં આવી છે. આ રીતે મરાઠવાડા વિસ્તારમાં 674 ખેડૂતોએ આત્મહત્યા કરી છે, જેમાંથી 445 ખેડૂતોને એક લાખ રૂપિયા પ્રતિ ખેડૂત આપવામાં આવ્યા છે. નાસિક જિલ્લામાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2018 સુધી અલગ અલગ કારણોથી 73 ખેડૂતોએ આત્મહત્યા કરી જેમાંથી 17 ખેડૂતોની મદદ માટે યોગ્ય ગણ્યા હતા જ્યારે અન્ય મદદ માટે ગેરલાયક ઠર્યા હતા. આવી જ રીતે કોલ્હાપુર જિલ્લામાં 2004થી 2018 સુધી અલગ અલગ કારણોસર 103 ખેડૂતોઆ આત્મહત્યા કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -