શોધખોળ કરો
પ્રણવદાએ સંઘના સ્વયંસેવકોની જેમ પ્રાર્થના પણ ના ગાઈ કે પ્રણામ પણ ના કર્યા છતાં વાયરલ થયો આ ફેક ફોટો
1/5

આ અગાઉ પણ RSSના કાર્યક્રમમાં હાજર આપવા પર શર્મિષ્ઠા મુખર્જી પોતાનો વિરોધ વ્યક્ત કરી ચુકી હતી. તેમણે કહ્યું હતું કે, ભાજપ આ મામલે ગંદી રમત રમી શકે છે. અને તેમના પર કોઇ પણ હદ સુધી જઈ શકે છે. તેમજ તમારું ભાષણ ભૂલી જવામાં આવશે પરંતુ ફોટો અને તેમના નકલી નિવેદનોને પ્રસારિત કરવામાં આવશે.
2/5

તેમણે કહ્યું કે, સોશ્યિલ મીડિયા પર છેડછાડ કરવામાં આવેલા ફોટોમાં આ વાત સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ સંઘના નેતાઓ અને કાર્યકર્તાઓની માફક અભિવાદન કરી રહ્યા છે.
3/5

આ અંગે શર્મિષ્ઠાએ લખ્યું કે, મને જે વાતનો ડર હતો અને જે વાત માટે મેં મારા પિતાને ચેતવણી આપી હતી તે જ થયું છે. તેમણે આરોપ લગાવ્યો છેકે, જે વાતનો ડર હતો તે ભાજપ/RSSના ‘ડર્ટી ટ્રિક્સ ડિપાર્ટમેન્ટ’ દ્વારા કરવામાં આવ્યું છે.
4/5

વાયરલ તસવીર ફોટોશોપ કરવામાં આવેલ છે, જેમાં પ્રણવ મુખર્જીને સંઘના અન્ય સ્વયંસેવકોની જેમ અભિવાદન કરતાં દર્શાવવામાં આવ્યા છે. જો કે વાસ્તવમાં પ્રણવ મુખર્જીએ એવું કંઇ પણ કર્યું જ ન હતું.
5/5

નાગપુરઃ નાગપુરમાં ભાષણના થોડા કલાક બાદ જ સોશિયલ મીડિયા પર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સંઘના નેતાઓની જેમ જ સેલ્યૂટ કરતી તસવીર વાયરલ થઈ રહી છે. પ્રણવની દીકરી શર્મિષ્ઠાએ તેને ભાજપની કરતૂત ગણાવી છે. શર્મિષ્ઠાએ કહ્યું કે, જુઓ મને જે ડર હતો અને જેના માટે મે મારા પિતાને ચેતવ્યા હતા એ જ થઈ રહ્યું છે. હજુ થોડી કલાક પણ નથી થયી ત્યાં ભાજપ-સંઘની ડર્ટી ટ્રિક્સ વિભાગે જોરશોરથી કામ શરૂ કરી દીધું છે.
Published at : 08 Jun 2018 10:00 AM (IST)
Tags :
RSSView More





















