✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જયપુર: મા એ જ ચાર મહિનાની દિકરીને ચપ્પાના 16 ઘા મારી કરી હત્યા, જાણો ઘટનાક્રમ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Sep 2016 10:58 AM (IST)
1

2

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, નેહાને પ્રથમ પુત્રીનો જન્મ થયા બાદ બે વાર મિસ કેરેજ થયા બાદ આ તેમનું ચોથુ સંતાન હતું. આ જ કારણે નેહા તણાવમાં હતી.

3

તમામ પુરાવા બાળકીની માતા નેહા વિરુદ્ધ છે. હાઈપ્રોફાઈલ પરિવારથી જોડાયેલા હત્યાના કેસને સોલ્વ કરતા પોલીસને 13 દિવસનો સમય લાગ્યો હતો.

4

નેહાનું પિયર દિલ્હીમાં છે, પિતા વેપારી છે. નેહાના લગ્ન 11 વર્ષ પહેલા રાકેશ સાથે થયા હતા. તેના ઘરે 8 વર્ષીય પુત્રી બાદ 4 મહીના અગાઉ બીજી પુત્રીનું આગમન થયું હતું. તે 4 મહિનાની બાળકીને ઘણીવાર નોકરાણી પાસે જ રાખતી હતી.

5

આ ઘટના રાજસ્થાનના વેપારી મંડળના અધ્યક્ષ બાબુલાલ ગોયલના ઘરે થઈ છે. પોલીસની શંકા હેઠળ સૌપ્રથમ ઘરમાં કામ કરતા નોકર અને સૌથી છેલ્લે બાળકીની માતા હતા.

6

જયપુરઃપુત્રની લાલચમાં પરિવારના લોકોએ હવન કરાવ્યાં, બાધાઓ રાખી છતાં બીજી પુત્રીનો જન્મ થતાં તણાવમાં આવેલી માતાએ 4 મહીનાની પુત્રીની ધારદાર હથિયારથી હત્યા કરી હતી. માતાએ ચપ્પાના 16 ઘા ઝીંકી દીધા. ત્યાર પછી લાશને એસીમાં સંતાડી દીધી. 13 દિવસ બાદ બાળકીની માતા નેહાએ ગુરુવારે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.

7

વધુમાં તેણે જણાવ્યું હતું કે હત્યાના સાત દિવસ પહેલા તેણે તકિયા વડે મોઢું દબાવીને બાળકીની હત્યાનો પ્રયત્ન કર્યો હતો. પણ કોઈ આવી રહ્યાની શંકા જતાં તેણે બાળકીને છોડી દીધી હતી. બાળકીના શરીરનો રંગ બદલાઈ જતાં તેને ફેમિલી ડોક્ટર પાસે લઈ જવામાં આવી હતી. જ્યાં સાત દિવસ સુધી તેની સારવાર ચાલી હતી. ત્યાર બાદ 25 ઓગસ્ટના રોજ તેને રજા આપી દેવામાં આવી હતી.

8

26 ઓગસ્ટની રાત્રે નેહાએ માસુમ પુત્રીના ગળા પર ત્રણ વાર કર્યા હતા. ચપ્પા પર લાગેલા લોહીને પણ તેણે બાળકીના ગળા પર જ સાફ કર્યું હતું. જેના કારણે બાળકીના ગળા પર બીજા 13 ઘા પડી ગયા હતા. ઘટના બાદ નેહાએ ચાકુ અને પોતાના હાથને પાણીથી ધોયા હતા અને પુત્રીની લાશને એસીમાં સંતાડી દીધી હતી. ત્યાર પછી બેડરૂમમાં આવીને ઊંઘી ગઈ હતી.

9

શુક્રવારે પોલીસ પૂછપરછમાં નેહાએ કબૂલ કર્યું હતું કે તેણે રડીને જણાવ્યું કે,‘હાં મેં જ મારી 4 મહિનાની બાળકીની હત્યા કરી હતી. લાશને એસીમાં સંતાડી. મને જેલમાં બંધ કરી દો.'

  • હોમ
  • India-news
  • દેશ
  • જયપુર: મા એ જ ચાર મહિનાની દિકરીને ચપ્પાના 16 ઘા મારી કરી હત્યા, જાણો ઘટનાક્રમ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.